________________
ઉપદેશ-૧૨” ૧. સ્થિર અને સુંદર ભાવમાં ઉત્કૃષ્ટ એકાગ્રતામાં) તત્પર એવા જે મનુષ્યો ચંદ્રમા સમાન શ્રી જિનેશ્વર પરમાત્માની વાંજિત્ર પૂજા કરે છે તેઓ પૂર્વે રાક્ષસના સ્વામી રાવણની જેમ અભુત તીર્થકર નામકર્મને બાંધે છે. ૩૪૫.
૧. જ્યાં લંકા નામની નગરી છે ત્યાં ત્રિકુટ નામનો પર્વત કિલ્લા જેવું આચરણ કરે છે અને પરિખા (ખાઈની) ઉપમાને પામેલો સમુદ્ર છે. ૩૪૯.
૨. ત્યાં ત્રણ ખંડને જીતનાર, વિશ્વમાં કંટક સમાન રાક્ષસોનો અધિપતિ રાવણ નામનો રાજા વિદ્યાવડે ધનવાન (વિદ્વાન) હતો. ૩૪૭.
૩. ચોસઠ કલાના સ્થાનભૂત જેના શીલ-રૂપ વિગેરે ગુણો દેવતાઓ વડે પણ વખાણાયેલા છે એવી મંદોદરી નામની તેની પત્ની હતી. ૩૪૮.
૪. એક વખત આત્માને પવિત્ર કરવાના હેતુથી.(આત્મશુદ્ધિ માટે) સર્વ તીર્થોની યાત્રા કરવા માટે રાવણે તેણીની (મંદોદરીની) સાથે વિમાન વડે પ્રયાણ કર્યું. ૩૪૯.
૫. અનુક્રમે અષ્ટાપદ તીર્થમાં ગયેલા તેણે પોતપોતાના વર્ણ પ્રમાણાદિ વડે યુક્ત ચોવીશ તીર્થકરોની વિશેષ પ્રકારે પૂજા કરી. ૩૫૦.
: ૬. સુંદર મનવાળા રાવણે (અષ્ટાપદ પર્વત પર) ત્યાં આવેલ ધરણેન્દ્રને જોઈને પૂછ્યું, આ કયો પર્વત છે ? અને દહેરાસર કોના વડે કરાવાયેલું છે ? ૩૫૧.
૭. ધરણેન્ટ પણ કેવલજ્ઞાની વડે કહેવાયેલા અષ્ટાપદ તીર્થના મહિમાને વિસ્તારપૂર્વક રાવણની આગળ કહ્યો." . . . ”
શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાના શ્લોકો તે પ્રમાણે છે : - ૩૫૨.
ઉપદેશ સપ્તતિ ૪૬