________________
કાષ્ઠમાંથી અગ્નિ, સર્પની ફણામાંથી મણિ અને ગાયના રોમમાંથી ચામર, એમ ગુણીજનો જન્મથી નહિ પણ પોતાના ગુણોદયથી પ્રકાશ પામે છે. I૪પH
कस्तूरी पृषतां रदाः करटिनां कृत्तिः पशूनां पयः, धेनूनां छदमण्डलानि शिखिनां रोमाण्यवीनामपि । पुच्छस्नायुवसाविषाणनखरस्वेदादिकं किञ्चन; स्यात्कस्याप्युपकारि मर्त्यवपुषो नामुष्य किञ्चित्पुनः ।।४६।। હરિણોની કસ્તૂરી,હાથીઓના દાંત, પશુઓનું ચામડું, ગાયોનું દૂધ, મોરના પીછાં, ગાડરોના રોમ, તેમ જ પુચ્છ, સ્નાયુ, ચરબી, શૃંગ, નખ વિગેરે કોઈનું કંઇ ઉપયોગમાં આવે છે, પણ મનુષ્યના શરીરમાંનું કંઇ પણ ઉપયોગમાં આવતું નથી.
कालः सम्प्रति वर्तते कलियुगः सन्तो नरा दुर्लभा, देशाश्च प्रलयं गता करभरैर्लोभं गताः पार्थिवाः । नानाचौरगणा मुशन्ति पृथिवीमार्यो जनः क्षीयते; पुत्रस्यापि न विश्वसन्ति पित्तरः कष्टं युगे वर्त्तते ।।४७॥ હમણા કલિયુગ વર્તે છે, સંતજનો દુર્લભ છે, દેશોનો પ્રલય થતો જાય છે, કરના વધારાથી રાજાઓ લોભિષ્ઠ બનતા જાય છે, વિવિધ ચોર લોકો વસુધાને લુંટે છે, આર્યજનો ક્ષીણ થતા જાય છે અને પિતા પુત્રનો પણ વિશ્વાસ કરતા નથી. અહો ! આ સમયમાં ખરેખર દુનિયા બહુ કષ્ટ ભોગવે છે. ll૪૭ कषाया यस्य नोच्छिन्ना यस्य नात्मवशं मनः । इन्द्रियाणि न गुप्तानि प्रव्रज्या तस्य निष्फला ॥४८॥ જેના અંતરમાંથી કષાયો ગયા નથી, જેને મને પોતાને સ્વાધીન નથી, અને ઇંદ્રિયો જેની સંયમિત નથી, તેની પ્રવજ્યા નિષ્ફલ થાય છે..૪૮