________________
કલા, કુલીનતા, રૂપ,અને સૌભાગ્ય પ્રમુખ ગુણો, વૃત વિનાના ભોજનની જેમ ધન વિના શોભતા નથી. ૩oll
कुट्टिनीयं गुरुप्राया यस्याः शिक्षामिमां स्मरन् । न पुनर्निपतिष्यामि वाक्पाशे पणयोषिताम् ॥३१॥
અહો! આ કુટ્ટિની ભારે ગુરુસમાન છે, કે જેના આ શિક્ષાબોલને સંભારતાં હું હવે કદાપિ વેશ્યાઓના વાણીરૂપ પાશમાં પડીશ નહિ. ૩૧/l.
વિક્નીવત્તિ નીવન્તો પ્રિયને ર મૃતા પુનઃ | મૃતા અર્થ નીવજ્યાં નીવસૃતઃ પુનઃ Tરૂરી. કેટલાક પુરુષો જીવતાં સુધી જીવે છે, પણ મરણ પછી તેમનું નામ કે નિશાન રહેતું નથી, અને કેટલાક મુઆ છતાં નામનાને લઈને તેઓ જીવતા જ છે, પણ અહો ! હું તો જીવતાં મુવા જેવો છું. li૩રા : कलाकुलीनतारूप-विद्यावीर्यादयो गुणाः ।। दैवदावानलस्याग्रे यान्ति जीर्णतृणोपमाम् ॥३३॥ કલા, કુલીનતા, રૂપ, વિદ્યા અને વીર્યાદિ ગુણો બધા, દેવરૂપ દાવાનળની આગળ જીર્ણ તૃણ સમાન છે. ll૩૩ . . केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला, न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः । वाण्येका समलोति पुरुषान् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ।।३४।। બાજુબંધ, ચંદ્રસમાન ઉજવળ હારો, સ્નાન, વિલેપન, કુસુમ કે માથાના સુંદર કેશો પણ પુરુષને શોભાવતા નથી, પરંતુ સંસ્કૃતિ(સંસ્કાર પામેલ) વાણી જ એક પુરુષોને સમલંકૃત કરે છે, કારણકે અન્ય બધાં ભૂષણો ક્ષય થઈ જાય છે, પણ વાણીરૂપ અક્ષય ભૂષણ તે ખરેખર ભૂષણ જ છે. ૩૪
-
૩૪ ઉ
–