________________
+868<+
ऐ
ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो, ज्ञानस्योपशमः कुलस्य विनयो वित्तस्य पात्रे व्ययः अक्रोधस्तपसः क्षमा बलवतां धर्मस्य निर्व्याजता; सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ।।१।। એશ્વર્ય(મોટાઈ)નું ભૂષણ સૌજન્ય(સુજનતા) છે, શૌર્યનું ભૂષણ વાણીનો સંયમ છે, જ્ઞાનનું ભૂષણ ઉપશમ છે, કુળનું ભૂષણ વિનય છે, ધનનું ભૂષણ સુપાત્રદાન છે, તપનું ભૂષણ અક્રોધ(ક્રોધાભાવ) છે, બલવંતોનું ભૂષણ ક્ષમા છે, ધર્મનું ભૂષણ નિષ્કપટતા છે, એ રીતે સર્વનું ભિન્ન ભિન્ન કારણ બતાવેલ છે, પરંતુ શીલ, એ સર્વના પરમ ભૂષણરૂપ છે, એટલું જ નહિ, પણ સર્વના તે કારણરૂપ છે. ૧
ऐश्वर्यं महतां वक्तुं शक्रेणापि न शक्यते । अनुभूतो घृतास्वादो यथा वक्तुं न शक्यते ॥ २॥
અનુભવમાં આવેલ હોય છતાં જેમ ધૃતનો સ્વાદ મુખથી કહી ન શકાય, તેમ મહાત્માઓનું ઐશ્વર્ય કહેવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી.।।૨।। ऐन्द्री हि कुण्ठिता शक्तिः श्रीजिनानां गुणस्तुतौ । दिव्यशक्तिजुषाऽप्येष वार्धिः किं परिमीयते ॥ ३ ॥
·
શ્રી જિનભગવંતની યથાર્થ રીતે સ્તુતિ કરવામાં ચંદ્રની શક્તિ પણ કુંઠિત(અશક્ત) થઈ જાય છે. દિવ્ય શક્તિને ધારણ કરનાર હોય, તેનાથી પણ શું સમુદ્ર માપી શકાય ? IIII
૫૪