________________
*****
સહુથી ભુંડી ચાકરી તેથી ભૂંડો ભાર । તેહથી ભૂંડું જાચવું સોમને કહેવું દાતાર Ile
સજ્જન સબ જગ સરસ હૈ જબ લગ પડ્યો ન કામ । હેમ હુતાસન પરખીયે પીતલ નિકશે શ્યામ ।।૧૦। શઠની સંગતથી સહે ભલા જનો દુઃખભાર | માકડના મેલાપથી ખાય ખાટલો માર ||૧૧|| સજ્જન મિલાપી બહોત હે તાલી મિત્ર અનેક । જેને દીઠે દિલ ઠરે સો લાખનમે એક ૧૨૫ સિંહાં સંગમ પુરુષ વચન કેલ ફલે એકવાર । ત્રીયા તોરણ હમીર હઠ ચડે ન બીજી વાર II૧૩) સ્વભાવ જો સૂધર્યો નહિ ભણ્યો નહી સુધરેલ છે ચોરો યૂરોપમાં બહુ ભણતર ભણેલ ।।૧૪। સાહેબ જરુખે બેઠકે સબકા મુજરા લેત । જેસી જનુકી ચાકરી તેસી તિનુકુ દેત ॥૧૫॥ સાધુકી સંગત ભલી નિષ્ફલ કદી ન હોય । ચંદન પાસે રુખડા તે પણ ચંદન જોય ॥૧૬॥ સજ્જન એસા કીજીએ જેસા ટંકણ ખાર । આપ જલે પર રીજવે ભાંગા સાંધણહાર ॥૧૭॥ સજ્જન એસા કીજિએ જેસા જ્યુવારી ખેત । મૂલસહિત શિર કાપતાં તોએ ન મેલે મીઠ ૧૮
સબકે આગે હોય કે કબુન કીજે વાત । સુધરે તો જરા જશ હવે બગડે ગાલી ખાત ॥૧૯॥
સોમ શિયાલને કાચબો પરઘર પોલા થાય । સામો આવે આપઘર સૌ સંકેલી જાય IIરા
३०८