________________
પરનારીકી પ્રીતડી જેસી લસન ખાન ખૂણે બેસી ખાઇએ તોય પ્રગટ નિદાન II૧૪ો. પંડિતની પંક્તિ વિશે નહી અભણ શોભાય હંસની હાર થકી જુઓ જૂઠું બગલું જણાય ૧પ પ્રીત કરિયેં સરાફકી જેસો સિરકો વાલા કટે કટાવે ફિર હવે કબુ ન છોડે ખ્યાલ આવકો પરનારીની પ્રીતમાં લંપટ થઈ લપટાય ! જર જશને જોવન ખુવે એ મૂરખનો રાય /૧૭ પામર ઉચકે પાલખી બેસે ધનીકા બાલ ! હૂકમ ચલાવે હામ ધરી પૈસાથી મહીપાલ ૧૮ પતિવ્રતા ભૂખે મરે ને છીનાલ ખાય લાડુ / ગાંડા ઘેલા ઘોડે ચડે ને ડાયા ખેંચે ગાડું ૧૯૫ પંથી જીવ પામી ગયો નરભવ નગર બજાર / સોદાગર સમજી જઈ કરો પુન્ય વેપાર ૨ol - ફાટયું પગનું પગરખુ નવું લેતાં શી વાર ! એવું મરણ વહુનું ગણે કહિયેં તેહ ગમાર ના
બલ થકી બુદ્ધિ વડી જો ઉપજે ઉરમાંથી જંબૂકે જિમ નાખીયો કૂપમાંહિ મૃગરાય ના બડે બડેકુ દુઃખ પડે છોટેસેં દુઃખ દૂર ! તારે સબ ચારે રહે ગ્રહ ચંદ્ર ઓર સૂર સરો બનીયાં ફૂલ ગુલાબકા ધૂપ પડે કરમાય છે પત્થર માર્યા નહિ મરે પણ મંદીસે મરી જાય તેવો. બગડે સારુ સહજમાં સુધરે નહી સદાય ! ફાસું દૂધ ફરી કદી દૂધ નહિ તે થાય જો.