________________
છાની નહિ રહે ચતૂરથી કો અંતરની વાત । વૈધ પારખે કર ગ્રહી જિમ તે રોગની જાત ॥૧॥
*
જન્મ જરા મૃત્યુ બલી રોગ શોક દુઃખ જોઈ । સ્વાર્થીઆ સહુ પરિજના ધર્મ કર્યા સુખ હોઈ ॥૧॥ જેસો બંધન પ્રેમકો તેસો બંધન ઓર ।
કાઠહિ ભેદે કમલકો છેદ ન નિકસે ભોર ॥૨॥ જોતાં કોઈ જણાય નહી સાહુકાર કે ચોર । દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર ॥૩॥ જ્યાં જેનો નહિ પારખો ત્યાં તેનો નહિ કામ | ધોબી બિચારા ક્યાં કરે સંન્યાસીકા ગામ ॥૪॥ જલ સર્પ સોની અને રાજા પૈસાદાર । પરદેશી એ પાંચથી સદા ચેતીને ચાલ પા
જિર્સે પ્રભુકો ડર નહિ નહી પંચકી લાજ । ઉસસે છેડ ક્યું કીજીએં સૂપ ભલી મહારાજ IIઙી જગત પડ્યું મુખ કાલને કેડા મોર જનાર । *ઘૂંટીને ઘાલે પડ્યા દાણા લોટ થનાર શા જેસિ પ્રીતિ હરામમે તેસિ હકમે હોય । ચલા જાય બેંગૂઠમે પલા ન પકડે કોય ॥૮॥ જબ તું આવ્યો જગતમાં લોક હસે તું રોય । એસી કરણી ના કરેં પીછેર્સે હાંસી હોય ॥૯॥
જૂઠા બોલા નરતણું સઘણૂં જૂઠ મનાય । વિછુ કરડે ભાંડને તો સાચે જૂઠ મનાય II૧૦ જેના મનમાં જે ગમ્યું તેહને તેનું કામ । આકતણા કીડા તણું આંબામાં નહિ ઠામ ॥૧૧॥
૨૯૩