________________
सर्वत्र सम्पदस्तस्य सन्तुष्टं यस्य मानसम् I उपानद्गूढपादस्य ननु चर्मावृतैव भूः ।। ७५ ।। જેના મનને સંતોષ છે તેને સર્વત્ર સંપત્તિ જ છે, કારણકે જેણે પગમાં જોડા(ઉપાનહ) પહેર્યાં છે, તેને સમસ્ત પૃથ્વી ચામડાથી જાણે મઢેલ હોય-તેવી લાગે છે. ૭૫।।
सर्वत्र गुणवानेव चकास्ति प्रथितो नरः
मणिर्मूर्ध्नि गले बाहौ पादपीठेऽपि शोभते ।।७६॥
સર્વત્ર પ્રસિદ્ધ થયેલ ગુણવાન પુરુષ જ શોભે છે. મણિને માથે, ગળે, હાથે કે પગે બાંધવામાં આવે તો પણ તે શોભેજ છે. ૭૬ स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नुते ।
स्वयं भ्रमति संसारे स्वयं तस्माद् विमुच्यते ।। ७७ ।। આત્મા પોતે કર્મ કરે છે, પોતે તેનું ફળ ભોગવે છે, પોતે સંસારમાં ભમે છે અને પોતે જ તે કર્મથી વિમુક્ત થઈ શકે છે. II૭૭।। स्वदेशजातस्य नूनं नरस्य गुणाधिकस्यापि भवेदवज्ञा । निजाङ्गना यद्यपि रूपराशिस्तथापि लोकः परदारसक्तः ।।૮।।
પોતાના દેશમાં ઉત્પન્ન થયેલ પુરુષ કદાચ ગુણવાન્ હોય-તથાપિ તેની અવજ્ઞા થાય છે. જુઓ, પોતાની સ્ત્રી રૂપવતી છતાં લોકો પરસ્ત્રીમાં આસક્ત થતા જોવામાં આવે છે. [૮]
सम्पूर्णकुम्भो न करोति शब्दमर्धो घटो घोषमुपैति नूनम् । विद्वान्कुलीनो न करोति गर्वं गुणैर्विहीना बहु जल्पयन्ति
||8||
ભરેલો ઘડો શબ્દ કરતો નથી પણ અર્ધ(અધુરો) ઘડો છલકાય છે, તેમ વિદ્વાન્ અને કુલીન પુરુષ કદાપિ ગર્વ કરતા નથી, પરંતુ ગુણહીનજનો જ બહુ બકવાસ કરે છે. ।।૯।।
૨૮૦