________________
જેઓ સૌજન્યામૃતના સાગર છે, પરનું હિત કરવામાં જેઓ સદા શૂરવીર છે, અન્યના ગુણ ગાવામાં જેઓ વાચાળ છે, પોતાના ગુણ કહેવામાં જેઓ મૌન ધરી રહે છે, આપત્તિમાં જેઓ અડગ રહે છે અને સંપત્તિમાં જેઓ છલકાઈ જતા નથી એવા સજ્જનો, ખલજનોના મુખથી નીકળતી દુર્વચનરૂપ વિષજવાળાથી દગ્ધ ન થાઓ. ૭૧ स्वगुणानिव परदोषान् वक्तुं न सतोऽपि शक्नुवन्ति बुधाः। स्वगुणानिव परदोषानसतोऽपि खलास्तु कथयन्ति ।।७२।। સુજ્ઞજનો જેમ પોતાના ગુણો બોલતા નથી, તેમ પરના છતા દોષો કહેવાને પણ તેઓ હિંમત કરતા નથી. અને દુર્જનો જેમ પોતાના અછતા ગુણો બોલે છે, તેમ પરના અછતા દોષો બોલવાને પણ તેઓ બહાદૂર બની જાય છે. કંરા सन्ति स्यादुफला वनेषु तरवः स्वच्छं पयो नैर्झरं, वासो वल्कलमाश्रयो गिरिगुहा शय्या लतावल्लरी । आलोकाय निशासु चन्द्रकिरणाः सख्यं कुरङ्गैः सह; स्वाधीने विभवेप्यहो नरपति सेवन्त इत्यद्भुतम् ।।७३ ।। જંગલોમાં સ્વાદિષ્ટ ફળોવાળા વૃક્ષો મોજુદ છે, ઝરણાઓનું સ્વચ્છ જળ છે, વંલ્કલના વસ્ત્ર છે, ગિરિગુફાનો આશ્રય છે, લતાસમૂહની શય્યા છે, રાત્રે પ્રકાશને માટે ચંદ્રના કિરણો છે, અને મૃગલાઓ સાથે મૈત્રી થઈ શકે તેમ છે-એ પ્રમાણે સ્વતંત્ર વૈભવ છતાં લોકો રાજાની સેવા કરે છે, એ આશ્ચર્યની વાત છે. ૭૩
सन्तोषामृततृप्तानां यत्सुखं शान्तचेतसाम् । कुतस्तद्धनलुब्धानामितश्चेतश्च धावताम् ।।७४।। સંતોષામૃતથી તૃપ્ત થયેલા શાંત મનવાળા લોકોને જે સુખ છે-તેવું સુખ ઘનમાં લુબ્ધ થઈને આમતેમ દોડતા લોભીજનોને ક્યાંથી હોય? I૭૪ll
- ૨૭૯ –