________________
તો ખરા કે આ કળિકાળમાં આજકાલ કેવાં કૌતુક ચાલે છે. ૪૧ सेवकः स्वामिनं द्वेष्टि कृपणं परुषाक्षरम् । आत्मानं किं न स द्वेष्टि सेव्यासेव्यं न वेत्ति यः ॥४२॥ સેવક પોતાના કૃપણ અને કર્કશ બોલનાર સ્વામી ઉપર દ્વેષ કરે છે, પરંતુ જે સેવ્યાસેવ્યને જાણતો નથી તે પોતાના આત્મા ઉપર કેમ દ્વેષ કરતો નથી? જરા
स्वायत्तमेकान्तगुणं विधात्रा विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सत्त्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम्
રૂા વિધાતાએ અજ્ઞાનતાને આચ્છાદિત કરવા એક સ્વાધીન અને એકાંત ગુણકારી ગુણ બનાવેલ છે તે એ કે સુજ્ઞજનોની સભામાં મૂર્ખજનોએ વિશેષથી મૌન ધરી રહેવું એ જ ભૂષણ છે. ll૪૩
स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः । इति सञ्चिन्त्य मतिमान् स्वस्थानं न परित्यजेत् ।।४४।। દંત, કેશ, નખ કે પુરુષો એ સ્થાનભ્રષ્ટ થવાથી શોભતા નથી. એમ ધારીને ધીમાપુરુષે પોતાના સ્થાનનો ત્યાગ કરવો નહિ. I૪૪ सभायां व्यवहारे च वैरिषु श्वशुरौकसि । आडम्बराणि पूज्यन्ते स्त्रीषु राजकुलेषु च ॥४५॥ સભામાં, વ્યવહારમાં, શત્રુઓમાં, સસરાના ઘરે, સ્ત્રીઓમાં અને રાજભવનમાં આડંબર પૂજાય છે. આપણા सुवंशो योऽप्यकृत्यानि कुरुते प्रेरितः स्त्रिया । स्नेहलं दधि मथ्नाति पश्य मन्थानको न किम् ।।४६।। કુલીન પુરષ પણ સ્ત્રીથી પ્રેરાઇને અકૃત્યો કરવા તત્પર થઇ જાય છે. જુઓ! રવૈયો સ્નિગ્ધ દધિનું મથન નથી કરતી શું? Iકો.
– ૨૭૩ -