________________
परस्तुतेः स्वनिन्दायाः कर्त्ता कोऽपि न विद्यते ।।१७।।
પોતાના વખાણ અને પરની નિંદા કરનારા લોકો પગલે પગલે જોવામાં આવશે, પણ પરની સ્તુતિ અને પોતાની નિંદા કરનાર કોઇ એકાદ મળવો પણ દુર્લભ છે. ૧૭
सुतीक्ष्णापि कृपाणिर्या स्वकायं न छिनत्ति सा । यो जैनो जैनविद्वेषी स तस्या अतिरिच्यते ॥ १८ ॥
અત્યંત તીક્ષ્ણ તલવાર પણ પોતાના અવયવોને છેદતી નથી, તો જે પોતે જૈન છતાં જૈનનો દ્વેષી છે, તે તલવાર કરતાં પણ વધારે ભયંકર છે.૧૮
स्वयं महेशः श्वशुरो नगेशः सखा धनेशस्तनयो गणेशः । तथापि भिक्षाटनमेव शम्भोर्बलीयसी केवलमीश्वरेच्छा ||१९||
પોતે મહેશ છે, જેનો સસરો હિમાલય છે, જેનો મિત્ર કુબેર છે, જેનો પુત્ર ગણેશ છે, આમ હોવા છતાં શંકરને ભિક્ષાટન કરવું પડે છે, માટે ખરેખર! ઇશ્વરેચ્છા બલિષ્ઠ છે. I॥૧૯॥
सम्पत्सरस्वती सत्यं सन्तानः सदनुग्रहः ।
सन्तः सुकृतसम्भारः सकाराः सप्त दुर्लभाः ।।२०।। સંપત્તિ, સરસ્વતી, સત્ય, સંતાન, સારો અનુગ્રહ, સજ્જનસંગ અને સુકૃત સમૂહ- એ સાત સકાર દુર્લભ છે. II૨૦ના
सत्यं रूपं श्रुतं विद्या कौल्यं शीलं बलं धनम् । शौर्यं च चित्रभाष्यं च दशैते स्वर्गयोनयः ।। २१ ।। સત્ય, રૂપ, શ્રુત, વિદ્યા, કુલીનતા, શીલ, બલ, ધન, શૌર્ય અને વિચિત્ર ભાષણ- એ દશ સ્વર્ગયોનિને સૂચવનાર છે. ૨૧ सुखस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाभिमानः स्वकर्मसूत्रग्रथितो हि लोकः
કાર૨૦૦