________________
થાય છે, સુપાત્રે દાન અચળ રહે છે અને સજ્જનોની મૈત્રી અચળ હોય છે. . सुखी न जानाति परस्य दुःखं न यौवनस्था गणयन्ति शीलम्। आपद्रुता निष्करुणा भवन्ति आर्ता नरा धर्मपरा भवन्ति
_TI૧૦ના સુખી મનુષ્ય પરના દુ:ખને જાણતો નથી, યુવકજનો શીલની દરકાર કરતા નથી, આપત્તિમાં આવેલા જનો કરુણાહીન થઇ જાય છે અને દુઃખીજનો ધર્મપરાયણ થતા જોવામાં આવે છે. ૧oll ' .
सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किं, सद्विद्या यदि किं धनैः सुमहिमाः यद्यस्ति किं मण्डनैः। लोभश्चेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः; . सौजन्यं यदि किं निजैरपयशो यद्यस्ति किं मृत्युना ।।११।।
જો સત્ય હોય તો તપથી શું? જો મન પવિત્ર હોય તો તીર્થયાત્રા કરવાથી શું? સદ્વિદ્યા હોય તો ધનથી શું? સારો મહિમા હોય તો આચરણોથી શું? લોભ હોય તો દુર્ગુણથી શું? પિશુનતા હોય તો પાતકથી શું? સુજનતા હોય તો સ્વજનોથી શું? અને જો અપયશ છે તો મરણથી શું? |૧૧
सर्वस्य गात्रस्य शिरः प्रधानं सर्वेन्द्रियाणां नयनं प्रधानम्। सर्वोषधीनामशनं प्रधानं सर्वेषु पेयेषु पयः प्रधानम् ।।१२।। શરીરના બધા અવયવોમાં મસ્તક શ્રેષ્ઠ છે, સર્વ ઇંદ્રિયોમાં લોચન શ્રેષ્ઠ છે, સર્વ ઔષધિઓમાં અશન(ભોજન) પ્રધાન છે અને સર્વ પેય(પાન કરવાલાયક) પદાર્થોમાં પય(દુધ અથવા પાણી) પ્રધાન છે. I/૧રો. सत्यशीलतपोऽस्तेय-पाण्डित्यप्रमुखोऽखिलः । गुणग्रामः कृपाहीनो निर्नाथनगरोपमः ॥१३॥