________________
દંડવતી ગાય, બળદ કે ગર્દભ તાબામાં રહી શકે છે, ઓષધથી વ્યાધિ અટકાવી શકાય છે. તેમજ વિવિધ મંત્રપ્રયોગથી વિષ વારી શકાય- એ બધાને માટે શાસ્ત્રવિહિત ઔષધ બતાવવામાં આવેલ છે, પણ મૂર્ખને માટે શાસ્ત્રમાં પણ કોઈ ઔષધ બતાવેલ નથી. II૧૨.
शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणाम् ।। वार्द्धके मुनिवृत्तानां योगेनान्ते तनुत्यजाम् ।।१३।। બાલ્યાવસ્થામાં વિદ્યાભ્યાસ કરનારા, યોવનાવસ્થામાં વિષય સેવનાર વૃદ્ધાવસ્થામાં મુનિસમાન વ્રત આચરનાર તથા પ્રાંતે યોગસાધનાથી દેહમુક્ત થનાર એવા પ્રાચીન આર્યજનો હતા. ll૧૩ll
श्रीमद्वीरजिनो दृढप्रहरपाः स्वीयप्रतिज्ञादृढः, श्लाध्यो बाहुबली बलोऽप्यविचलः सन्नन्दिषेणो व्रती । आनन्दः सदुपासको व्रतरुचिः सा सुन्दरीत्यादयः; कर्मोन्मूलनकोविदेन तपसा देवासुरैर्वन्दिताः ।।१४।।
શ્રીમાનું વીરપ્રભુ, પોતાની પ્રતિજ્ઞામાં દઢ એવા દઢપ્રહારી, પ્રશંસનીય બાહુબલી, અવિચલ બળરાજા, વતી નંદીષેણ, સદુપાસક આનંદ તથા વતની રુચિવાળી એવી સુંદરી વિગેરે બધા કર્મનો નાશ કરવામાં સમર્થ એવા તપને લીધે દેવોને પણ વંદનીય થયા છે. ૧૪ો.
शिरसा धार्यमाणोऽपि सोमः सौम्येन शम्भुना । - તથfપ કૃશતાં ઘત્તે નુ પરાશ્રય: 9ી - સૌમ્ય એવા શંકર, ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે, છતાં તે કૃશતાને પામે છે. અહો! ખરેખર! પરાધીનતા એ મહાકષ્ટ છે.
शर्वरीदीपकश्चन्द्रः प्रभाते रविदीपकः । त्रैलोक्यदीपको धर्मः सुपुत्रः कुलदीपकः ।।१६।। ચંદ્રમાએ રાત્રિનો દીવો છે, સૂર્ય એ પ્રભાતનો દીવો, ધર્મ એ ત્રણે
– ૨૫૭ *