________________
→****>&
ઝરે છે તથા જેમના કાર્યો માત્ર પરોપકારની ખાતર જ
સદા અમૃત છે, તે કોને વંદનીય ન હોઈ શકે? ૭૪॥
विषमगता अपि न बुधाः परिभवमिश्रां श्रियं हि वाञ्छन्ति । न पिबन्ति भौममम्भः सरजसमिति चातका एते ।। ७५ । બુધજનો સંકટમાં આવ્યા છતાં પરાભવ મિશ્ર લક્ષ્મીને ઇચ્છતા નથી, કારણકે ચાતકો તરસ્યા છતાં રજ્સહિત એવું ભૂમિનું પાણી પીતા નથી. ૫૭૫
व्रते विवादं विमतिं विवेके सत्येऽतिशङ्कां विनये विकारम् । गुणेऽवमानं कुशले निषेधं धर्मे विरोधं न करोति साधुः ।।૬।। સાધુપુરુષ વ્રતમાં વિવાદ, વિવેકમાં વિકળતા, સત્યમાં શંકા, વિનયમાં વિકાર, ગુણમાં અવજ્ઞા, શુભમાં નિષેધ અને ધર્મમાં વિરોધ કરતા નથી. ૭૬।।
वन्द्यः स पुंसां त्रिदशाभिनन्द्यः कारुण्यपुण्योपचयक्रियाभिः । संसारसारत्वमुपैति यस्य परोपकाराभरणं शरीरम् ।। ७७ ।। કારુણ્યરૂપે પુણ્યના સમૂહયુક્ત ક્રિયાઓથી જેનું શરીર પરોપકારરૂપ ભૂષણસહિત થઈને સંસારના સારપણાને પામ્યું છે, તે પુરષોને તેમજ દેવોને વંદનીય કેમ ન હોય? ॥૭॥
वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिर्गुरौ नम्रता विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद् भयम् । भक्तिः शूलिनि शक्तिरात्मदमने संसर्गमुक्तिः खलेष्वेते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नमः ।।७८ ।।
જેઓ સત્સમાગમની સદા ઇચ્છા રાખે છે, પરગુણમાં પ્રેમ ધરાવે છે, ગુરુતરફ જેઓ વિનય દર્શાવે છે, વિદ્યામાં જેઓ સદા શોખીન . છે; સ્વદારામાં જ જેઓ સંતોષી છે, લોકાપવાદથી જેઓ ભય રાખે
૨૪૯