________________
यमस्तु हरति प्राणान् વૈદ્યઃ प्राणान् ધનાનિ ચ ||૬||
હે વૈદ્યરાજ! તને નમસ્કાર છે. ખરેખર! તું યમરાજનો ભાઈ લાગે છે. યમ તો માત્ર પ્રાણોને જ હરે છે અને વૈદ્ય તો પ્રાણ અને ધનબંનેનુ હરણ કરે છે. ૫૬૧॥
वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः ।
महानर्थाय जायन्ते वकाराः पञ्च वर्धिताः ।। ६२ ।। વૈર, અગ્નિ, વ્યાધિ, વાદ અને વ્યસન-એ પાંચ વકાર વધારવામાં આવે-તો તે મહા અનર્થકારી થાય છે. ા૬૨ા
वक्रत्वेन यथा लोके गौरवं नार्जवे तथा ।
द्वितीयायां शशी वन्द्यः पूर्णिमायां यतो न हि ।। ६३ ।। વક્રપણાથી લોકોમાં જેવું ગૌરવ પ્રાપ્ત થાય છે, તેવું સરલતામાં ગોરવ નથી. જુઓ, બીજનો ચંદ્ર વંદનીય ગણાય છે, તેમ પૂર્ણિમાનો ચંદ્ર વંધ ગણાતો નથી. ।।૬૩।।
वरं कारागृहक्षिप्तो वरं देशान्तरभ्रमी ।
वरं नरकसञ्चारी न द्विभार्यः पुनः पुमान् ।।६४।। કેદખાનામાં પડ્યા રહેવું-તે સારું, પરદેશમાં ભમવું તે પણ સારું અને નરકમાં સંચાર કરવો -તે સારું, પણ પુરુષે બે સ્ત્રી કરવી સારી નહિ. [૬૪]
विपदि धैर्यमथाभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् દ્વા
વિપત્તિ આવે ત્યારે ધૈર્ય ધારણ કરવું, અભ્યુદયમાં ક્ષમા, સભામાં વાણીની પટુતા, રણસંગ્રામમાં પરાક્રમ, યશમાં અભિરુચિ, તથા શાસ્ત્રમાં વ્યસન-આ ગુણો મહાત્માઓમાં સ્વભાવથી જ સિદ્ધ હોય છે. ૬૫/ विद्या नाम नरस्य कीर्त्तिरतुला भाग्यक्षये चाश्रयो,
૨૪૩