________________
यथा वक्षो विना हारं सदाचारं विना गुरुः । तथा न मे गृहं चित्ता-नन्दनं नन्दनं विना ।।१५।। જેમ પાણી વિના સરોવર, સુભટ(વીર) વિના સેના, ધ્વજા વિના પ્રાસાદ, અને વિના કારણે વચન શોભતું નથી, જેમ ન્યાય વિના રાજા, આવક વિના ખરચ, ચક્ષુ વિના મુખ અને વાઘ વિના નૃત્ય શોભતું નથી, વળી જેમ હાર વિના વક્ષસ્થળ અને સદાચાર વિના ગુરુ શોભતા નથી, તેમ અંતરને આનંદ આપનાર એવા નંદન(પુત્ર) વિના મારું ઘર શોભતું નથી. ૧૩/૧૪ોપા यदशक्यप्रतीकारं देवैः किमुत मानवैः । श्रोतुर्वृथा व्यथाकारि तदुःखं किं प्रकाश्यते ।।१६।। મનુષ્યો તો શું પણ દેવતાઓ પણ જે દુઃખનો પ્રતિકાર કરવાને અસમર્થ છે, અને શ્રોતાને વૃથા સંતાપ કરનાર એવું દુ:ખ, શા માટે કોઈની પાસે પ્રકાશિત કરવુંશાવવા
ये सुखानि समीहन्ते नरा धर्मप्रमद्वराः ।
जड़ा बीजमनूपानाः फलाय स्पृहयन्ति ते ॥१७॥ - જે પુરુષો ધર્મ કરવામાં અત્યંત પ્રમાદી હોવા છતાં સુખને તો ઇચ્છે જ છે, તે મૂર્ખજનો બીજને વાવ્યા સિવાય ફળની ઇચ્છા રાખે છે. /૧૭ योधं विना न सङ्ग्रामो न ग्रामो मानुषं विना । न सद्भावं विना सख्यं न सौख्यं सुकृतं विना ।।१८।। સુભટ વિના સંગ્રામ ન થાય, મનુષ્યો વિના ગામ ન વસે, સદ્ભાવ વિના મિત્રાઇ ન બને અને સુકત વિના સુખની પ્રાપ્તિ ન થાય. /૧૮
यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।।१९।। જેને પોતાને જ પ્રજ્ઞા(બુદ્ધિ) નથી, તેને શાસ્ત્રથી શો લાભ થવાનો હતો? જે લોચનહીન અંધ) છે, તેને દર્પણ બતાવવાથી શો ફાયદો? I૧૯ો
– ૨૦૭ –