________________
આનંદ પામનારા છે-એવા સંતજનો જગતમાં ખરેખર બહુ થોડા જ હશે. ॥४८॥
मुखं पद्मदलाकारं वाचा चन्दनशीतला । हृदयं क्रोधसंयुक्तं त्रिविधं धूर्त्तलक्षणम् ।।४९॥
જેનું મુખ પદ્મના દળ સમાન લાગે છે, વાણી ચંદન સમાન શીતલ ભાસે છે અને હૃદયમાં ક્રોધ ભરેલો હોય, એ ત્રણ ધૂર્તના લક્ષણ છે.
॥४९॥
मालिन्यमवलम्बेत यदा दर्पणवत् खलः ।
तदैव तन्मुखे देयं रजो माऽन्या प्रतिक्रियां ।। ५० ।। દર્પણની જેમ ખલપુરુષ જ્યારે મલિનતાને ધારણ કરે, ત્યારે તેના મુખમાં ધૂળ જ નાખવી, કારણકે તેનીં અન્ય કાંઇ પ્રતિક્રિયા નથી.
॥५०॥
मायामयः प्रकृत्यैव रागद्वेषमदाकुलः ।
महतामपि मोहाय संसार इव दुर्जनः ।। ५१ ।।
દુર્જનની જેમ આ સંસાર સ્વભાવથી જ માયામય, રાગ, દ્વેષ અને મદથી ભરેલ હોવાથી મહાપુરુષોને પણ તે મોહ ઉપજાવે છે. ૫૧ मृद्घटवत् सुखभेद्यो दुःसन्धानश्च दुर्जनो भवति । सुजनस्तु कनकघटवंद् दुर्भेद्यश्चाशु सन्धेयः ।। ५२ ।। દુર્જનપુરુષ, માટીના ઘટની જેમ સુખે ભેદી શકાય અને દુ:ખે સાંધી શકાય તેવો હોય છે અને સજ્જનપુરુષ, સુવર્ણના ઘટની જેમ દુ:ખે ભેદી શકાય અને સુખે સાંધી શકાય તેવા હોય છે. ૫૨૫
माता निन्दति? नाभिनन्दति पिता भ्राता न सम्भाषते, भृत्यः कुप्यति नानुगच्छति सुतः कांता च नालिङ्गते । अर्थप्रार्थनशङ्कया न कुरुते सम्भाषणं वै सुहृत्; तस्माद् द्रव्यमुपार्जयस्व सुमते द्रव्येण सर्वे वशाः । । ५३ ।।
२००