________________
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના જીવો એકેંદ્રિય ગણાય છે, તે અસંખ્ય અને દૃષ્ટિને અગોચર છે. ll૨૦.
भो भो केलिप्रियाः केऽपि कारयन्ति वधं सुराः । केलिमात्रं भवेत्तेषा-मन्येषां जीवितत्रुटिः ।।२१।।
લોકો કેટલાક ક્રીડામાં આસક્ત થયેલા દેવતાઓ વધ કરાવે છે, એટલે જો કે તેમને તો એક ખેલમાત્ર થાય છે, પણ અન્ય જીવોના જીવનનો અંત આવી જાય છે. ૨૧ भद्रे वाणि ममानने कुरु दयां वर्णानुपूर्व्या चिरं, . चेतं स्वास्थ्यमुपैहि याहि करुणे प्रज्ञे स्थिरत्वं व्रज । लज्जे तिष्ठ पराङ्मुखी क्षणमहो तृष्णे पुरः स्थीयतां; . पापो यावदहं ब्रवीमि धनिनां देहीति दीनं वचः ।।२२।। હે ભલી વાણી! અક્ષરાનુક્રમથી જરાવાર તું મારા મુખપર દયા કર, હે ચિત્ત! તું જરા શાંત થઈ જા, હે કરુણા! તું દૂર ચાલી જા, હે પ્રજ્ઞા! તું હવે જરા સ્થિર થઈ જા, હે લજ્જા! તું તારું મુખ ફેરવીને બેસી રહે, અને તે તૃષ્ણા! તું જરા મારી આગળ આવીને ઉભી રહે કે જ્યાં સુધી પાપી એવો હું “આપો' એ પ્રમાણે ધનવંતો પાસે દીન વચન બોલવાને તત્પર થાઉં.
भवन्ति नरकाः पापात् पापं दारिद्र्यसम्भवम् । दारिद्रयमप्रदानेन तस्मादानपरो भवेत् ॥२३॥ પાપ કરવાથી પ્રાણીઓ નરકમાં જઈને ઉત્પન્ન થાય છે, તે પાપ દરિદ્રતાને લીધે તેમને કરવું પડે છે અને દારિત્ર્ય-તે દાન ન આપવાનું ફળ છે, માટે દાન આપવા સદા તત્પર રહેવું એ ઉત્તમ છે. llll
भ्रातर्धातरशेषयाचकजने वैरायसे सर्वदा, यस्माद्विक्रमशालिवाहनमहीभृन्मुञ्जभोजादयः । अत्यन्तं चिरजीविनो न विहितास्ते विश्वजीवातवो;