________________
सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ।।८।। ભોગમાં રોગનો ભય છે, સુખમાં ક્ષયનો ભય છે, શરીરને યમનો ભય છે, મૌનમાં ગરીબાઈનો ભય છે, ધનને રાજાનો ભય છે, બળને શત્રુનો ભય છે, રૂપમાં જરાનો ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણોને ખેલોનો ભય છે. અહો! જગતમાં જ્યાં જુઓ ત્યાં તમામ વસ્તુઓ ભયથી ભરેલી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય(ભયરહિત) છે.Iટા भोगा न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ताः। कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः
IST અહો! ભોગો તો ભોગવાયા નહિ, પણ અમે પોતે જ ભોગવાઈ ગયા, તપ તો તપ્યું નહિ, પણ અમે પોતે જ તપ્ત થઈ ગયા, કાલ તો ન ગયો, પણ અમે પોતે જ ચાલતા થયા અને તૃષ્ણા તો જીર્ણ ન થઈ, પણ અમે પોતે જ જીર્ણ થઈ ગયા. હા
भवकोटीदुःप्रापामवाप्य नृभवादिसकलसामग्रीम् ।।
भवजलधियानपात्रे धर्मे यत्नः सदा कार्यः ।।१०।। .. કરોડો ભવો ભમતાં પણ અત્યંત દુર્લભ એવી નરજન્માદિક બધી સામગ્રી પામીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધર્મને માટે સદા અસ્મલિત પ્રયત્ન કરવો ભવ્યજનોને ઉચિત છે. ૧oll
भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य। ब्रह्मा. वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।।११।।
સંસારરૂપ બીજના અંકુરને ઉત્પન્ન કરનારા એવા રાગાદિક જેમનો ક્ષય થયા છે એવા બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ કે જિનેશ્વર હોય તેમને નમસ્કાર છે. ll૧૧. भवेत् त्रिदशकोटीर-कोटीरत्नाञ्चितक्रमः । प्रभुस्त्रिभुवनस्यापि प्राक्कृतैः सुकृतैर्जिनः ।।१२।।