________________
पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने । पुत्राश्च स्थविरे भावे न स्त्री स्वातन्त्र्यमर्हति ॥३५॥ કૌમાર-અવસ્થામાં પિતા જેનું રક્ષણ કરનાર હોય છે, યૌવનવયમાં પતિ જેનું રક્ષણ કરે છે, અને વૃદ્ધપણામાં પુત્રો જેની રક્ષા કરે છે, પણ સ્ત્રી કદાપિ સ્વતંત્રતાને યોગ્ય નથી. રૂપા! पूगीफलानि पत्राणि राजहंसास्तुरङ्गमाः । स्थानभ्रष्टा न शोभन्ते सिंहाः सत्पुरुषा गजाः ॥३६॥ પૂગીફળો(સોપારી), પાંદડા, રાજહંસો, અશ્વો, સિંહો, સપુરુષો અને હાથીઓ, એ સ્થાનથી ભ્રષ્ટ થયા પછી શોભા પામતા નથી. ll૩ડા
प्राप्य रत्नत्रयं पुत्रः संयमश्रीसमन्वितः । किं दूरादहमायातो न जातो भवतो मुदे ॥३७।। રત્નત્રય(જ્ઞાન, દર્શન અને ચારિત્ર)ને પ્રાપ્ત કરીને સંયમ-લકમીથી સંયુક્ત થયેલ હું તમારો પુત્ર દૂરથી આવ્યા છતાં તમારા હર્ષનિમિત્તે ન થયો. ૩૭ * प्रयाणेऽप्यल्पकालीने जनाः कुर्वन्ति सूत्रणाम् । परलोकप्रयाणे किं निश्चिन्ता हन्त जन्तवः ॥३८॥
અલ્પકાળના પ્રયાણ માટે પણ લોકો તૈયારી કરે(વિચાર કરે) છે, તો પરલોકના પ્રયાણ માટે તેઓ નિશ્ચિત થઈ બેઠા છે, તે આશ્ચર્યની વાત છે. li૩૮ पञ्चेन्द्रियहया लोलाः प्रकृत्या दुर्मदा अपि । त्याजिता गुरुवाग्वल्गाभियोगात्तेन चापलम् ।।३९।। સ્વભાવે ચપળ અને દુર્મદ છતાં તેણે પંચેંદ્રિયરૂપ અશ્વોને ગુરુવાણીરૂપ ચાબુકના પ્રયોગથી ચાલતારહિત કર્યા. ૩૯ प्रकृत्या निम्नगं वारि प्रकृत्या चञ्चलः कपिः । भवन्ति विषयासक्ताः प्रकृत्यैव शरीरिणः ।।४।।
- ૧૬૩