________________
જળ, ચંદનરસ કે શીતલ છાયા આનંદ પમાડી શકતી નથી. ૭૧ नरस्याभरणं रूपं, रूपस्याभरणं गुणः । गुणस्याभरणं ज्ञानं ज्ञानस्याभरणं क्षमा ।।७२।। પુરુષનું રૂપ-એ એના આભરણ સમાન છે, રૂપનું આભરણ ગુણ છે, ગુણનું આભરણ જ્ઞાન છે, અને જ્ઞાનનું આભરણ ક્ષમા છે. ll૭૨
न चौरचोर्यं न च राजहार्यं न भ्रातुभाज्यं न च भारकारी। व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् ।।७३। જેને ચોર ચોરી શકતો નથી, રાજા હરણ કરી શકતો નથી, જેમાંથી ભાઇઓ ભાગ પડાવી શકતા નથી, જે લેશ પણ ભાર ન કરે અને જેનો વ્યય કરવા જતાં વધ્યા કરે છે એવું વિદ્યારૂપ ધન તે સર્વ પ્રકારના ધન કરતાં શ્રેષ્ઠ છે. ૭૩ न दुर्जनः सज्जनतामुपैति बहुप्रकारैरपि सेव्यमानः । भूयोऽपि सिक्तः पयसा घृतेन न निम्बवृक्षो मधुरत्वमेति
•
TI૭૪ અનેક પ્રકારે તેની સેવા કર્યા છતાં દુર્જન પુરુષ કદાપિ સજ્જનતાને ધારણ કરતો નથી. ભલે વારંવાર દૂધ કે વૃતથી સિચન કરવામાં આવે, તથાપિ નિંબવૃક્ષ કદાપિ મધુરપણાને પામતું નથી. ૭૪l. नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया, सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो ! न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो; यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ।।७५।। હે રાજનું! હું સ્વર્ગનું સુખ ભોગવવાને ઇચ્છતુર નથી, તેમજ મેં તે બાબતને માટે તારી પાસે કંઇ પ્રાર્થના પણ કરી નથી, વળી હે સજ્જન! નિરંતર તૃણભક્ષણ કરવાથી અમે સંતુષ્ટ રહીએ છીએ માટે તને આમ