________________
आश्चर्यमेतद्धि मनुष्यलोकेऽमृतं परित्यज्य विषं पिबन्ति
Tીરૂ9Tો અહો! જુઓ તો ખરા, જગતમાં લોકો પ્રસંગોપાત્ત પણ ધર્મનું આચરણ કરતા નથી અને ખાસ પ્રયત્નપૂર્વક પાપનું આચરણ કરે છે, એ જ આશ્ચર્ય છે કે તેઓ અમૃતનો ત્યાગ કરીને વિષપાન કરવા તત્પર થાય છે. ૩૧. धर्मार्थों यत्र न स्यातां शुश्रूषा वापि तद्विधा । तत्र विद्या न वक्तव्या शुभं बीजमिवोषरे ॥३२॥ ધર્મ, અર્થ અને તેવા પ્રકારની સેવા પણ જ્યાં નથી, ત્યાં ક્ષારભૂમિમાં સારા બીજની જેમ વિદ્યા ના પ્રકાશવી અર્થાત્ ત્યાં વિદ્યા બિલકુલ નિષ્ફળ થઇ જાય છે. [૩૨.
–
૧૩૭
–