________________
भवति विदितमेतत्प्रायशः सज्जनानां; परहितनिरतानामादरो नात्मकार्ये ।।२४॥
જુઓ, ચંદ્રમાં પોતાનામાં રહેલ કલંકને સાફ ન કરતાં સમસ્ત જીવલોકને ધવલિત(શ્વેત) બનાવે છે, માટે પરહિતમાં તત્પર એવા સજ્જનોને પ્રાયઃ પોતાના કાર્યમાં આદર હોતો નથી, એ વાત સુવિદિત જ છે. ૨૪ धर्मे तत्परता मुखे मधुरता दाने समुत्साहिता, मित्रेऽवञ्चकता गुरौ विनयिता चित्तेऽतिगम्भीरता । आचारे शुचिता गुणे रसिकता शास्त्रेऽतिविज्ञानिता; रूपे सुन्दरता हरौ भजनिता सत्स्वेव सन्दृश्यते ।। २५ ।।
ધર્મમાં તત્પરતા રાખવી, મુખમાં મધુરતા, દાનમાં ઉત્સાહિતા, મિત્ર તરફ અવંચકતા(નિષ્કપટભાવ), ગુરુ તરફ વિનય, અંતઃકરણમાં અતિગંભીરતા, આચારમાં પવિત્રતા, ગુણમાં રસિકતા, શાસ્ત્રમાં અત્યંત વિજ્ઞાનિતા, રૂપમાં સુંદરતા અને પ્રભુ તરફ ભક્તિભાવ એ ગુણો તો સત્પુરુષોમાં જ જોવામાં આવે છે. રા धनेन किं यो न ददाति याचके,
बलेन किं यश्च रिपुं न बाधते ।
श्रुतेन किं यो न च धर्ममाचरेत्;
किमात्मना यो न जितेन्द्रियो भवेत् ॥ २६ ॥ જો યાચકને આપવામાં ન આવે તો તેવા ધનથી શું? જો શત્રુને નિર્મૂલ કરવામાં ન આવે તો તેવા બળથી પણ શું? અને ધર્મ આચરવામાં ન આવે તો તેવા શ્રુતજ્ઞાનથી શું? અને જો ઇંદ્રિયોનો જય કરવામાં ન આવે તો તેવા આત્માથી પણ શું? રડી
धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारि जनः श्मशाने । देहश्चितायां परलोकमार्गे कर्मानुगो गच्छति जीव एकः
||૭||
૧૩૫