________________
મહત્ત્વ, પાંડિત્ય, કુલીનતા અને વિવેકિતા ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી કામાગ્નિ અંગમાં જાગ્રત થયો નથી. ॥૪॥ त्यक्तेऽपि वित्ते दमितेऽपि चित्ते,
ज्ञातेऽपि तत्त्वे गलिते ममत्वे ।
दुःखैकगेहे विदिते च देहे;
तथापि मोहस्तरुणप्रवाहः ।।५।।
ધનનો ત્યાગ કર્યા છતાં, મનને કાબુમાં રાખ્યા છતાં, તત્ત્વને જાણ્યા છતાં, મમત્વને ગાળ્યા છતાં અને શરીરને દુઃખનું સ્થાન માન્યા છતાં અહો ! મોહનો પ્રવાહ તો હજી તાજો જ છે. પા
ते
पुत्रा ये पितुर्भक्ता स पिता यस्तु पोषकः । तन्मित्रं यत्र विश्वांसः सा भार्या यत्र निर्वृतिः ॥६॥
પુત્રો તે જ કે જે પિતાના ભક્ત હોય, પિતા તે જ કે જે પોષક હોય, મિત્ર તે જ કે જેમાં વિશ્વાસ રહે અને સ્ત્રી તે જ કે જ્યાં કાંઈ સુખની આશા રાખી શકાય, તે સિવાય આ ચારે વ્યર્થ છે. ઙા तृणं ब्रह्मविदः स्वर्गस्तृणं . शूरस्य जीवितम् । विरक्तस्य तृणं नारी निरीहस्य तृणं नृपः ।।७।। બ્રહ્મજ્ઞાનીને સ્વર્ગ તૃણસમાન છે, શૂરવીરને પોતાનું જીવિત તૃણ જેવું છે; વિરક્તને સ્ત્રી અને નિરીહ-નિર્મમને રાજા તૃણસમાન છે. IIII तव प्रसादप्रासाद-शृङ्गाग्रमधितस्थुषः । प्रभूयते विपद्व्याघ्री धावमानापि नार्दितुम् ।।८।।
હે વિભો ! તમારા પ્રસાદરૂપ પ્રાસાદના અગ્રભાગ પર સ્થિતિ કરતાં વિપત્તિરૂપ વાઘણ દોડતી પણ મારો પરાભવ કરવા સમર્થ થઈ શકતી નથી. ॥૮॥
तनया यस्य भूयांसः स स्यात्प्रायेण निर्धनः । धनं यस्य न तस्यामी धिग् विधे तव चेष्टितम् ।।९।।
૧૦૫