________________
जठराग्निः पचत्यन्नं फलं कालेन पच्यते । कुमन्त्रैः पच्यते राजा पापी पापेन पच्यते ।।९।। જઠરાગ્નિ અન્નને પચાવે છે, કાળ ફળોને પકાવે છે, રાજા કુમંત્રીઓથી પચે છે, અને પાપી પોતાના પાપથી જ પચ્યા કરે છે.
जल्पन्ति सार्धमन्येन पश्यन्त्यन्यं सविभ्रमाः । हृद्गतं चिन्तयन्त्यन्यं प्रियः को नाम योषितः ।।१०॥
અહો ! સ્ત્રીઓ એક પુરુષ સાથે વાતો કરે છે, અન્યને વિભ્રમથી નિહાળે છે અને હજી ત્રીજાને અંતરથી ચિંતવે છે, તો સ્ત્રીઓને પ્રિય કોણ હોય? I૧૦
जीवाः सुखेच्छवः सर्वे सुखं धर्मात्प्रजायते । जीवनं तस्य कारुण्यं प्राहुः स्तन्यं शिशोरिव ।।११।। સર્વ જીવોને સુખની ઇચ્છા હોય છે, તે સુખ ધર્મથી જ થઇ શકે, અને બાળકને સ્તનના દૂધની જેમ તે ધર્મનું જીવન દયા જ કહેવામાં આવેલ છે. ||૧૧|| . • जालान्मुच्यते मीनोऽपि वीतंसाद्याति पक्ष्यपि ।
गज़ोऽपि गच्छत्यालाना-त्स्त्रीपाशान्न पुनर्नरः ।।१२।। ( માછલું કદાચ જાળથી મુક્ત થઇ શકે, પક્ષી પાશમાંથી મુક્ત થઇ શકે, - અને હાથી કદાચ આલાન-સ્તંભમાથી મુક્ત થઈ શકે, પરંતુ પુરુષ સ્ત્રીના પાશમાંથી કદાપિ મુક્ત થઈ શકતો નથી. ll૧૨ા
जैनश्रुतामृतास्वाद-मनुभूयापि पापिनि । હિં સુરાપાન વ્યસને રસને નિતાસિ નઃ Tરૂ
રસના! જેનશાસ્ત્રામૃતનું પાન કરવા છતાં પણ હજી હે પાપિણી ! તું સુરાપાનના વ્યસનમાં કેમ આસક્ત થઇ ગઇ છે? ૧૩l. जाता ये योषितामिष्टा-स्ते भ्रष्टा एव धर्मतः ।