________________
અને સદા સેવક, એ પાંચ જીવતા છતાં મૃતસમાન છે. ૪ जलदो भास्करो वृक्ष - चन्द्रमा धर्मदेशकः । एतेषामुपकाराणां नास्ति सीमा महीतले ॥ ५॥
મેઘ, સૂર્ય, વૃક્ષ, ચંદ્રમાં અને ધર્મોપદેશ આપનાર-એ પાંચેના ઉપકારોની જગતમાં સીમા(હદ) નથી, અર્થાત્ બહુ ઉપકારી છે. પ जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं,
मानोन्नतिं दिशति पापमपाकरोति ।
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति;
सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् || ६ || અહો ! જે બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, માનને ઉન્નત કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન રાખે છે અને ચારે દિશામાં કીર્તિને વિસ્તારે છે... હે મિત્ર ! તે સત્સંગથી પુરુષોને શું
પ્રાપ્ત ન થાય? શા
जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके, विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सत्क्रियासु । साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरूणां;
शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः ॥ ७॥ પ્રગટ પ્રભાવી જૈનધર્મની પ્રાપ્તિ, સાધુજનોનો સંગ, સુજ્ઞજનો સાથે ગોષ્ઠી, વચનપટુતા, સન્ક્રિયાઓમાં કુશલતા, સારી(પુણ્યાનુબંધી) લક્ષ્મી, સદ્ગુરુના ચરણ-કમળની ઉપાસના, શુદ્ધ શીલ અને નિર્મળ મતિ-એ ભાગ્યવંત જનોને જ પ્રાપ્ત થઈ શકે છે. શા जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥८ ॥ જિનપૂજા, ગુરુમહારાજની સેવા, પ્રાણીઓની દયા, સુપાત્રે દાન, ગુણાનુરાગ અને શાસ્ત્રશ્રવણ એ છ નરજન્મરૂપ વૃક્ષના ફળો છે. ૮ → ૯૮