________________
વૃક્ષ
છેદવામાં આવતાં પણ તે પુનઃ નવપલ્લવિત થાય છે, ચંદ્ર ક્ષીણ છતાં તે પુનઃ વૃદ્ધિ પામે છે, એમ ધારીને સંતજનો આ જગતમાં સંતપ્ત થતા નથી. ॥૩॥
छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे । फलान्यपि परार्थाय वृक्षा सत्पुरुषाः इव ॥४॥
જે પોતે આતપ(તડકા)માં રહીને અન્યને શીતલ છાયા આપે છે, એટલું જ નહિ, પણ જેઓ જગતને ફળો આપીને પરોપકાર કરે છે. એવા વૃક્ષો તે ખરેખર ! સત્પુરુષો જેવા જ કહેવાય છે. ૪
૯૩