________________
પારમાર્થિક પ્રત્યક્ષના ભેદો જણાવે છે. તદ્ વિનં સનં | ૨-૨૬ તે પારમાર્થિક પ્રત્યક્ષ વિકલ અને સકલ એમ બે પ્રકારે છે.
तत्-पारमार्थिकं तु प्रत्यक्षम्, विकलं-असमग्रविषयकम्, सकलंसमग्रविषयकमिति द्विभेदमित्यर्थः ॥१९॥ ..
તે પારમાર્થિક પ્રત્યક્ષ-વિકલ-અસમગ્ર (અધુરા) વિષયવાળું અને સકલસમગ્રવિષયવાળું એમ બે પ્રકારે છે.
વિશેષાર્થ: જ્ઞાનનો સ્વભાવ રૂપી અને અરૂપી બંને પદાર્થોને જાણવાનો છે. તેમાં જે જ્ઞાન રૂપી પદાર્થને જ માત્ર જાણે છે તે વિકલજ્ઞાન અવધિ અને મન:પર્યવ છે આ બંને જ્ઞાનો આવરણીયકર્મના ક્ષયોપશમયુક્ત આત્મદ્રવ્યનો આશ્રય લઈને ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન સર્વ પદાર્થોને જાણે છે તે સકલ (કેવલ-જ્ઞાન) છે. આ જ્ઞાન આવરણીયકર્મક્ષયયુક્ત આત્મદ્રવ્યનો આશ્રય લઈને ઉત્પન્ન થાય છે માટે તેના સકલ અને વિકલ એમ બે ભેદ છે.
विकलं भेदतो दर्शयन्ति - વિકલજ્ઞાનના પ્રકારો જણાવે છે. तत्र विकलमवधि-मन: पर्यायज्ञानरूपतया द्वेधा ॥२-२०॥
તે પારમાર્થિકજ્ઞાનના વિકલ અને સકલ એમ જે ભેદ છે તેની મધ્યમાંથી વિકલપ્રત્યક્ષ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એમ બે પ્રકારે છે.
तत्र-विकलसकलयोर्मध्ये विकलं-विकलाख्यं प्रत्यक्षम्, अवधि-मन:પર્યાયમેન દિવિ મિત્યર્થ: ર? I સૂત્રાર્થ પ્રમાણે ટીકાર્ય સુગમ છે.
વિશેષાર્થઃ આ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન જગતની તમામે તમામ વસ્તુના તથા દરેક બધા જ ધર્મને (સ્વભાવને) જાણનાર ન હોવાથી તે વિકલ કહેવાય છે વિકલ અને સકલ આ બે ભેદો વિષયભેદની અપેક્ષાએ છે પરંતુ વિકલમાં જે બોધ થાય છે તે તે નિયત રૂપ જ થાય છે.
अवधिं लक्षयन्ति - અવધિજ્ઞાનનું લક્ષણ જણાવે છે.
- ૬૨