________________
વિશેષાર્થ : જે વસ્તુ અતિ પરિચયવાળી હોય તેમાં પ્રથમ દર્શન થયું પછી અવગ્રહ, પછી સંશય, આદિ ક્રમનો અનુભવ થતો નથી જેમકે હથેળી. તેમાં એવુ ન સમજવું કે દર્શન, એવગ્રહ, ઈહા થયા વગર જ અપાય કે ધારણા થાય છે પરંતુ પૂર્વોક્ત ક્રમથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે પરંતુ અતિગાઢ પરિચયના કારણે તથા અતિશીઘ્રતાથી જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે તેથી તેના કમનો અનુભવ થતો નથી. કમળના સેંકડો પાંદડા એકબીજા ઊપર ગોઠવ્યા પછી તેના ઉપર સોય કે ભાલો વિગેરે ખોસતા તે શસ્ત્ર ક્રમશઃ પાંદડાને વિંધે છે. પહેલા પછી બીજા પાંદડાને, પછી ત્રીજા પાંદડાને, એ રીતે વિંધે છે તો પણ અતિશીઘ્રતાથી ભેદતા હોવાથી ખબર પડતી નથી. ક્રમ પૂર્વક થયું છતાં ક્રમ જણાતો નથી તેમ જ્ઞાન પણ અતિપરિચિતમાં શીઘ્રતાથી થાય છે તેથી ત્યાં ક્રમ જણાતો નથી. - પરમાર્થ પ્રત્યક્ષ નક્ષત્તિ – પ્રત્યક્ષ પ્રમાણના ભેદમાંના બીજા પારમાર્થિક પ્રત્યક્ષને જણાવે છે. પરમાર્થ પુનરુત્વજ્ઞાત્મિમાત્રાપેક્ષમ્ | -૬૮ પારમાર્થિક પ્રત્યક્ષ તો ઉત્પત્તિમાં માત્ર આત્માની અપેક્ષા રાખે છે.
आत्ममात्रापेक्षम्-जीवद्रव्यमेवापेक्षले । अयं भावः-सांव्यवहारिकप्रत्यक्षमिन्द्रियादि सापेक्षमात्मद्रव्यमवलम्ब्योत्पद्यते पारमार्थिकं तु प्रत्यक्षमिन्द्रियाફિનિરપેક્ષાત્મદ્રવ્યમવનોત્પાત, કૃતિ ૨૮ /
આ પ્રત્યક્ષ જીવદ્રવ્યની જ અપેક્ષા રાખે છે. તેનો ભાવ આ પ્રમાણે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મનની સાપેક્ષ (વ્યવધાન યુકત) આત્મદ્રવ્યનો આશ્રય કરીને ઉત્પન્ન થાય છે પરંતુ પારમાર્થિક પ્રત્યક્ષ ઇન્દ્રિય મન વિગેરેના વ્યવધાનવગર આત્મદ્રવ્યને આશ્રયીને ઉત્પન્ન થાય છે એટલે કે જે જ્ઞાન, ઇન્દ્રિય, પ્રકાશ, ક્ષેત્ર, કે એવા પ્રકારના કોઇપણ બાહ્ય આલંબન વિના માત્ર અવ્યવહિતપણે કેવલ એક આત્મદ્રવ્યને આશ્રયીને જ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કે ક્ષયોપશમથી પ્રગટ થાય છે તે પારમાર્થિક પ્રત્યક્ષ છે.
अस्य भेदावुपदिशन्ति -