________________
થતો નથી, જેનો સંદેહ ન થયો હોય ત્યાં ઈહા થતી નથી, ઇહાનો વિષય ન થયો તેમાં અપાય થતો નથી, જ્યાં અપાય થયો ન હોય ત્યાં ધારણા થતી નથી. ____ अदृष्टे वस्तुनि अवग्रहो न भवति, अनवगृहीते संदेहो न भवति, असन्दिग्धे-ईहा न भवति, अनीहिते अवायो न भवति, अवायाऽविषयीकृते વસ્તુનિ હાર ન મતિ / ૨૬
ટીકાનો અર્થ સૂત્રના અર્થ પ્રમાણે જાણી લેવો. એટલે કે સૂત્રના અર્થ ઉપરથી ટીકાનો અર્થ સ્પષ્ટ જણાઈ જાય છે. જુદો લખવાની જરૂર રહેતી નથી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે કે વસ્તુનું પ્રથમ દર્શન જ ન થયું હોય તો તેનો અવગ્રહ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. અને જો “આ કંઈક છે' એવો સામાન્ય અવગ્રહ જ ન થયો હોય તો શું આ સર્પ હશે કે રજુ ? એવો સંશય કેમ થઈ શકે ? અને સંશય વિના ઈહા અને ઈહા વિના અપાયા અને તેના વિના ધારણા થઈ શકતી નથી જો અંકુરો જ ફૂટ્યો ન હોય તો થડ કેમ થાય ? જો થડ ન થાય તો શાખા પ્રશાખા ફૂલ ફલ કેમ થાય ? માટે તેની જેમ આ ક્રમે જ જ્ઞાનોત્પત્તિ થાય છે. તેમ જાણવું.
क्वचिदेषां तथाक्रमानुपलक्षणे. कारणमाहुः - ક્યારેક ક્રમનું ભાન થતું નથી તેનું કારણ સદૃષ્ટાન્ત જણાવે છે. क्वचित् क्रमस्यानुपलक्षणमेषाम् आशूत्पादाद् उत्पलपत्रશતવ્યતિપ્રેમવત્ છે -૨૭
દર્શનાદિની ઉત્પત્તિ જલ્દી થતી હોવાથી ક્યારેક ક્રમ દેખાતો નથી કમળના સેંકડો પાંદડાને ભેદવાના ક્રમની જેમ.
अयमर्थ:- यथा सूच्यादिना क्रियमाणस्योत्पलशतपत्रस्य भेदक्रमः शीघ्रोत्पन्नत्वान्न ज्ञायते, तथा वचित् करतलादौ दर्शनादीनामपि क्रमो नानुभूयते / ૨૭ છે
જેમ સોય આદિ વડે કરાતા કમળના સો પાંદડાને ભેદવાનો ક્રમ શીવ્ર ઉત્પન્ન થતો હોવાથી જણાતો નથી તેમ ક્યારેક કરતલ (હથેળી) આદિમાં દર્શન અવગ્રહ આદિનો પણ ક્રમ અનુભવાતો નથી.
૬૦