________________
વૃક્ષ વિગેરે છે તે અવગ્રહ, બસમાં બેઠેલાને સંશય થાય છે કે આંબાનું છે કે પીપળાનું વૃક્ષ છે? સંશય, રીક્ષાની ગતિ મંદ હોવાથી આંબાનું ઝાડ હોવું જોઇએ ઇહા, સાયકલ ઉપર બેસનાર કે ચલાવનારને આ આંબાનું વૃક્ષ છે (અપાય-ધારણા)
દર્શન આદિની ઉત્પત્તિ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયાદિના ક્ષયોપશમથી થતી હોવાથી કર્મના વિચિત્ર ક્ષયોપશમથી પ્રમાતાને દર્શનાવરણીયનો ક્ષયોપશમ થાય અને જ્ઞાનાવરણીયનો ન થાય અથવા કંઇક મંદ થાય તો
ક્યારેક દર્શન થાય, ક્યારેક દર્શન, અવગ્રહ થાય, આગળ ક્ષયોપશમ ન હોય તો તે જ્ઞાન ન થાય અને હોય તો ધારણા સુધી જઈ શકે છે.
(૨) દર્શન, અવગ્રહાદિ પરસ્પર ભિન્ન છે એક જ વસ્તુના નવીન નવીન પર્યાયને જણાવે છે. જેમ અનુમાન ઉપમાન વિગેરે પ્રમાણ જુદા છે અને જુદો જુદો બોધ કરાવે છે તેમ દર્શન સત્તા પર્યાયને, અવગ્રહ અવાન્તર સામાન્ય વિગેરેને જણાવે છે. તેથી પરસ્પર ભિન્ન છે. '
* (૩) દર્શન અવગ્રહ વિગેરે પરસ્પર ભિન્ન છે ક્રમસર ઉત્પન્ન થતા હોવાથી, જેમ અંકુરો (ફણગો) કંદલ (થડ) કાંડ (શાખા), ક્રમે ઉત્પન્ન થવાના કારણે જુદા છે, તેમ દર્શન પ્રથમ ઉત્પન્ન પછી અવગ્રહ વિગેરે ઉત્પન્ન થતા હોવાથી જુદા છે.
अथाऽमीषां क्रमनियमार्थमाहुः - દર્શનાદિ ક્રમનો નિશ્ચય જણાવે છે. क्रमोऽप्यमीषामियमेव तथैव संवेदनाद्, .. एवं क्रमाविर्भूतनिजकर्मक्षयोपशमजन्यत्वाच्च ॥२-१४॥
દર્શનાદિનો ક્રમ પણ આ જ છે. કારણકે તેવા પ્રકારના ક્રમવડે અનુભવ થાય છે. (એવા અનુભવનું કારણએ છે કે- એ જ પ્રકારના ક્રમથી પ્રગટ થયેલ પોતાના કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. __ अमीषां-दर्शनावग्रहादीनां, क्रमोऽप्यमेव-आदौ दर्शनं, तदनन्तरमवग्रहः, ततः संशयः, पश्चादीहा, ततोऽवायः, ततो धारणा, इत्याकारक एव, तथैव संवेदनात्-अनुभूयमानत्वात्, एवं क्रमेणाविर्भूतो यो निजकर्मणो दर्शन-ज्ञाना
૫૮