________________
ઉત્તર : પ્રથમ સંશય ઉત્પન્ન થાય છે પછી ઈહા થાય છે એટલે ઈહામાં ભેદ છે આ મનુષ્ય છે એવો અવગ્રહ થયા પછી અનેક અંશોને સ્પર્શનાર સંશય દ્વારા તે કર્ણાટકનો કે પાંચાલન એવું સંશય જ્ઞાન થાય પછી અપાય અભિમુખ થઈને આ કર્ણાટકનો હોવો જોઇએ એવું જે જ્ઞાન તે ઇહા છે. સંશય ઈહામાં કારણ કાર્ય ભાવ હોવાથી પરસ્પર ભિન્ન છે સંશયપૂર્વક ઇહા હોવાથી સંશય કારણ છે અને બહા કાર્ય છે માટે સંશયથી ઇહા ભિન્ન છે.
दर्शनादीनां कथञ्चिदभेदेऽपि संज्ञाभेदं समर्थयन्ते - દર્શન વિગેરે એક હોવા છતા નામ ભેદ છે તેનું કારણ જણાવે છે.
कथञ्चिदभेदेऽपि परिणामविशेषादेषां व्यपदेशभेदः।२-१२। કિંઇક અભેદ હોવા છતા પણ પરિણામના ભેદથી દર્શન વિગેરેના જુદા જુદા ભેદ છે. - gષાં-તનાવગ્રહીનાં, થશ-દ્રવ્યનાપેક્ષા, ૩મેપ-પુત્વેऽपि परिणामविशेषात् पर्यायनयापेक्षया व्यपदेशभेदः भिन्नत्वेन प्रतिपादनमित्यर्थः । एकजीवद्रव्ये दर्शनादीनां कथञ्चिदविश्वग्भावेन विद्यमानत्वादेकत्वे परिणामापेक्षया कथञ्चित् पृथक्त्वेन प्रतिपादनमिति भावः ॥ १२ ॥
આ દર્શન અવગ્રહ વિગેરેમાં દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કંઇક અભેદ હોવા છતાં-એકપણું હોવા છતાં પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાથી ભિન્નતા પણ છે.
એકવદ્રવ્યમાં દર્શનેવિગેરે કથંચિત્ અભેદભાવે વિદ્યમાન હોવાથી એક હોવા છતાં પણ પરિણામની અપેક્ષાએ કથંચિત્ ભિન્નતા પણ જણાય છે.
- વિશેષાર્થ: આત્માનો એકનો એક ઉપયોગ અસંખ્યસમયાત્મક હોવા છતાં પણ તેમાં સમયે સમયે વિશેષતા થાય છે. એક જ આત્માનો ઉપયોગ સૌ પ્રથમ દર્શને પર્યાયમાં પરિણમે છે મહાસામાન્યને જાણે છે. ત્યાર બાદ તે જ ઉપયોગ અવગ્રહ પર્યાયમાં પરિણમે છે. અને અવાન્તર સામાન્યને જાણે છે. ત્યારબાદ તે જ ઉપયોગ સંશય પર્યાયમાં પરિણમે છે અને અનેક અંશોને સ્પર્શે છે. ત્યારબાદ તે જ ઉપયોગ ઈહા પર્યાયમાં પરિણમે છે અને નિશ્ચય તરફ ઢળે છે. ત્યારબાદ તે જ ઉપયોગ અપાય પર્યાયમાં પરિણમે છે અને નિર્ણય કરે છે. તે જ ઉપયોગ ધારણા પર્યાયમાં પરિણમે છે દઢતમ નિર્ણય
પપ