________________
દર્શનોપયોગ- અસ્તિ િિશ્ચત્, અવગ્રહ- મયં મનુષ્ય:, ઇહા- અનેન જાન્યબ્બેન મવિતવ્યમ્, અપાય- અર્થ જાન્યઘ્ન ડ્વ, ધારણા-અવં कान्यकुब्ज एव (इत्याकारोऽवायः ) किञ्चित् कालं यावन्तिष्ठन्.
ઇન્દ્રિય અને પદાર્થના સંયોગ પછી પ્રથમ આ કંઇક છે.- આવા આકારનું નિરાકારજ્ઞાન ઉત્પન્ન થાય છે તે દર્શન એ પ્રમાણે કહેવાય છે. તેવા પ્રકારના દર્શન પછી મનુષ્યત્વાદિ અવાન્તર સામાન્ય આકારથી વિશિષ્ટ આ મનુષ્ય લાગે છે, એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે અવગ્રહ છે. ત્યારબાદ આ કાન્યકુબ્જનો મનુષ્ય હોવો જોઇએ વિશેષ જાણવાની ઇચ્છા-જિજ્ઞાસા ઇહા જ્ઞાન છે. ત્યારબાદ આ કાન્યકુબ્જનો જ માનવ છે, એવા પ્રકારનું નિશ્ચયાત્મક જ્ઞાન જે પ્રગટ થાય છે તે અપાય છે. તે જ અપાય ઉપયોગવાળા પ્રમાતાને કેટલોક કાળ સ્થિર રહે છે તે ધારણા છે..
नन्वनिश्चयरूपत्वादीहायाः संशयस्वभावतैव, इत्यारेकामपाकुर्वन्ति - સંશય અને ઇહાનો ભેદ બતાવે છે. संशयपूर्वकत्वादीहायाः संशयाद् भेदः ॥ २ - ११ ॥ ઇહા જ્ઞાન સંશયપૂર્વક થતુ હોવાથી ઇહા સંશયથી ભિન્ન છે.
ईहायाः ‘अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्याकारकस्य ज्ञानस्य, संशयपूर्वकत्वात्- किमयं कान्यकुब्जः, उत पाञ्चालः ? इत्याकारक संशयपूर्वकत्वात्, संशयाद् भेदः, ईहासंशयाद् भिन्नेत्यर्थः । संशयस्याप्रमाणत्वादवग्रहादिषु पाठो न कृतः ॥ ११॥
આ કાન્યકુબ્જેનો હોવો જોઇએ એવા સ્વરૂપવાળી ઇહાનો શું આ કાન્યકુબ્જનો છે કે પાંચાલનો છે ? એવા આકારવાળા સંશયથી ભેદ છે. સંશયથી ઇહા ભિન્ન છે. સંશય અપ્રમાણ હોવાથી (સમારોપનો પ્રકાર હોવાથી) અવગ્રહાદિમાં તેની નોંધ કરાઇ નથી.
પ્રશ્નઃ જેમ સંશયજ્ઞાનમાં નિશ્ચય નથી તેવી જ રીતે ઇહામાં પણ આ કાન્ય-કુબ્જનો જ છે એવો નિશ્ચય નથી. આ રીતે બંને સમાન છે, તો બંનેમાં ભેદ શું ?
૫૪