________________
ઘટ સાથે સંયોગ પામે છે માટે પ્રાપ્યકારી છે ઇત્યાદિ ઘણી દલિલો અન્યગ્રન્થોમાં તેઓએ કરી છે જે સર્વથા ખોટી છે.
(૨) બૌદ્ધો - ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયને અપ્રાપ્યકારી માને છે તેઓ આ પ્રમાણે કહે છે કે વક્તાના મુખથી બોલાતા શબ્દો શ્રોતાના કાન સુધી સીધા પહોંચતા નથી જળતરંગના ન્યાયવડે શબ્દોની ધારા ઉત્પન્ન થાય છે અને છેલ્લો શબ્દ શ્રોતાના કાને અથડાય છે માટે જે બોલેલો શબ્દ છે તે શબ્દ શ્રોતાના કાને જતો નથી તેથી તે અપ્રાપ્યકારી છે. આવી માન્યતા દ્વારા અપ્રાપ્યકારી માને છે. જિજ્ઞાસુઓ એ તેનું ખંડન રતકરાવતારિકા સ્યાદ્વાદરતાકર આદિ ગ્રંથોમાં સવિસ્તાર જોઇ લેવું.
अथाऽस्य द्विविधस्यापि प्रकारान् प्रकटयन्ति ઇન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબંધનના પ્રકારો જણાવે છે. एतद् द्वितयमवग्रहेहावाय
धारणाभेदादेकशश्चतुर्विकल्पकम् ॥ ६ ॥
આ બંને અવગ્રહ ઇહા અપાય અને ધારણાના ભેદથી દરેક ચાર પ્રકારે
છે.
एतद् द्वितयम्-इन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च, एकशः- प्रत्येकम् સવપ્રદ-ફૈદા-અવાય- -ધારળામેતાત્ ચતુર્વિતત્ત્વમ્-ચતુર્મેદ્રમ્ ॥ ૬ ॥
આ ઈન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબન્ધન એ બંને દરેક અવગ્રહ ઇહા અપાય અને ધારણાના ભેદથી ચાર વિકલ્પવાળા છે. (એટલે કે ચાર ચાર ભેદે છે)
જ
વિશેષાર્થ : આ ઇન્દ્રિયો અને મનથી થતું જ્ઞાન વારંવાર પરિચિત હોવાથી ભેદ જેવું જણાતુ નથી પરંતુ, છેલ્લું વ્યવહાર યોગ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી તેમાં છ પ્રકારના સ્વરૂપો થાય છે. તેને જ દર્શન, અવગ્રહ, સંશય, ઇહા, અપાય અને ધારણા કહેવાય છે. છતાં દર્શન અને સંશય જ્ઞાનકોટિમાં સમાવિષ્ટ થતું નથી, માટે તે બંનેને છોડીને વ્યવહાર યોગ્ય જ્ઞાનના ચાર ભેદો અહીં પાડ્યા છે. કેમ કે દર્શન નિશ્ચયાત્મક (જ્ઞાન) ન હોવાથી પ્રમાણ નથી તથા પૂર્વે જોઇ ગયા તેમ સંશય એ સમારોપ હોવાથી પ્રમાણ નથી.
૫૦