________________
હોય તો બાહ્ય-અત્યંતર નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય છતા વિષય પકડવાનું કાર્ય ન થાય. જેમ કે શ્રોત્રેન્દ્રિય હોવા છતાં પણ શબ્દરૂપ વિષય પકડવાની જે શક્તિ છે, તે જો ન હોય તો વિષય ગ્રહણ ન થાય માટે આ ઇન્દ્રિય તલવારની ધાર જેવું કામ કરે છે. અને ૧-બાહ્ય ર-અર્થાતર-નિવૃત્તિ ૩-ઉપકરણ-ઇન્દ્રિય ત્રણ પુગલ સંબંધી હોવાથી દ્રવ્યેન્દ્રિય છે.
(૬) લબ્ધીન્દ્રિય-જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલી શક્તિ. આ ઇન્દ્રિય તલવાર ચલાવવાની ક્રિયા જેવી છે તે શક્તિરૂપ કળા આત્મામાં જ છે. જેમ તલવાર હોય તેની ધાર પણ હોય પરંતુ તેનો ઉપયોગ કરતાં ન આવડે તો છેદનક્રિયા બરાબર ન થાય તેવી જ રીતે વિષયને ગ્રહણ કરવાની શક્તિ હોવા છતાં વિષયને જાણવાની કળા ન હોય તો યથાર્થ જ્ઞાન ન થઈ શકે માટે તે કળા સ્વરૂપે લબ્ધિ-ઇન્દ્રિય છે. . . .
(૭) ઉપયોગક્રિય-જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલી વિષય જાણવાની શક્તિનો જે વ્યાપાર- (ઉપયોગ-વપરાશ). આ ઇન્દ્રિય તલવાર ચલાવવાની કળાનો ઉપયોગ કરવા તુલ્ય છે જેમાં તલવાર ચલાવવાની ક્રિયા જાણવા છતા તેનો ઉપયોગ ન કરે તો કાર્યસિદ્ધ ન થાય તેવી જ રીતે વિષય જાણવાની-પકડવાની કળા પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ વિષયનો ઉપયોગ ન કરે તો યોગ્ય બોધ ન થાય. લબ્ધિથી મળેલી શક્તિ કાર્ય કરવાના સાધનરૂપે યોજાય (જોડાય) ત્યારે જે પરિણામ લાવે તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. લબ્ધિ અને ઉપયોગ આ બંને ઇન્દ્રિયો આત્મશક્તિસ્વરૂપ હોવાથી ભાવેન્દ્રિય છે. અનિક્રિયતે મન છે આ મન સર્વ અર્થને ગ્રહણ કરનાર છે. મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરી મનરૂપે પરિણમાવે તે દ્રવ્યમન (પુદ્ગલરૂપ) છે. અને જ્ઞાનાવરણના ક્ષયોપશમ દ્વારા આત્મામાં પ્રગટ થયેલી ચિંતન-મનન લબ્ધિ તે ભાવમન છે અને આ મન આત્માની શક્તિ વિશેષથી બનેલું છે. આ મન મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય ગ્રહણ કરનાર છે.
પ્રઃ પદાર્થ અને ઈન્દ્રિયોનો સંબંધ થવા છતા પણ મનના ઉપયોગ વિના જ્ઞાન થતું નથી માટે ઇન્દ્રિયનિબંધન અને અનિદ્રિયનિબંધન એવા બે ભેદો કહ્યા વગર અનિક્રિયનિબંધન એવો એક જ ભેદ કહેવો જોઈએ.
४८