________________
તે પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનું છે. (૧) સાંવ્યવહારિક (૨) પારમાર્થિક
संव्यवहार-बाधारहितप्रवृत्तिनिवृत्ती प्रयोजनमस्येति सांव्यवहारिकः; परमार्थे भवं परमार्थिकम् । अयं भावः- बाह्येन्द्रियादिसाधनेभ्यो यज्ज्ञानमुत्पद्यते तत्सांव्यवहारिकम्, इदम् अपारमार्थिकं, बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वात् । अवधि-मनः पर्याय-केवलज्ञानरूपं तु परमार्थिकं प्रत्यक्षम्, बाह्येन्द्रियादिसामग्रीनिरपेक्षत्वात् तद्धि आत्मसन्निधिमात्रेणोत्पद्यते ॥ ४ ॥
સંવ્યવહાર-પીડારહિત [ઇષ્ટમાં પ્રવૃત્તિ, અને અનિષ્ટમાં નિવૃત્તિરૂપ પ્રયોજન જેનું તે છે, સાંવ્યવહારિક કહેવાય છે, એટલે કે કોઈપણ જાતની બાધા વિના હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યથી નિવૃત્તિ કરવી તેને સંવ્યવહાર (=સાચો વ્યવહાર) કહેવાય, આવા પ્રકારનો સમ્યગ્રવ્યવહાર છે પ્રયોજન જેનું, એવા જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે અને પરમાર્થમાં થયેલું તે, (સ્વાધીનપણે થયેલું તે) પારમાર્થિક કહેવાય છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે. ચક્ષુ વિગેરે બાહ્ય ઇન્દ્રિયાદિ સાધનની અપેક્ષાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સાંવ્યવહારિક કહેવાય છે. અને આ જ્ઞાન અપારમાર્થિક છે. કારણ કે બાહોઝિયાદિ સામગ્રીથી સાપેક્ષ છે તથા અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનાત્મક જે જ્ઞાન છે તે પારમાર્થિક પ્રત્યક્ષ છે કેમકે બાહ્યક્રિયાદિસામગ્રીથી નિરપેક્ષ છે. કારણ કે આ પારમાર્થિકજ્ઞાન આત્માની ફક્ત સાંનિધ્યતાથી ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ: આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ મતિજ્ઞાનનો એક પેટાવિભાગ છે અને જે મતિજ્ઞાનનું સ્વરૂપ શ્રી ઉમાસ્વાતિજી મહારાજએ તત્વાર્થમાં પતિઅતિઃ સંજ્ઞાવિનામનિવધરૂત્યનેથના(સૂ.૧-૧૩) આ સૂત્ર દ્વારા દર્શાવ્યું છે. તેમજ તે સૂત્રમાં રહેલા પતિ શબ્દથી તેઓ જણાવે છે કે આના દ્વારા જગતનો પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહાર ચાલે છે, માટે આ મતિજ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં નિર્મળતા છે, માટે પ્રત્યક્ષમાં લીધુ છે પરંતુ વસ્તુતઃ પરોક્ષ છે.
सांव्यवहारिकस्य प्रकारौ दर्शयन्ति - - સાંવ્યવહારિકના ભેદો જણાવે છે.
૪૫