________________
પરમાર્થિક પ્રત્યક્ષની વ્યાખ્યા કરતા પક્ષ નો અર્થ જીવ લઇએ એટલે ઇન્દ્રિયવિના જીવની જ સાંનિધ્યતાથી જે સ્પષ્ટ બોધ થાય તે પ્રત્યક્ષ આ પ્રમાણે પણ લક્ષણ આવે છે. મતિ-વ્યાખ્યોતિ નાનાતિત્યક્ષ માત્મ-તત્રાપેક્ષત્પત્તિ પ્રત્યક્ષમ્ મHશબ્દો વપર્યાયતશાક્ષ પ્રતિવર્તતિ રૂતિ પ્રત્યક્ષન્ આ વ્યાખ્યા પ્રમાણે અવધિ-મન-પર્યવ-કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે.
વ્યવહારિક દૃષ્ટાન્ત દ્વારા પ્રત્યક્ષઃસ્પષ્ટત્વને જણાવે છે.
જેમ કોઈ પિતા પોતાના અજ્ઞાન એવા બાળકને શબ્દો દ્વારા અગ્નિનું ભાન કરાવે છે. તેથી અગ્નિની કંઇક ઝાંખી બાળકને થાય છે. ત્યાર બાદ તે બાળકને બીજો કોઈ વ્યક્તિ ધુમાડો નીકળતો હોય તેવું સ્થાન દેખાડે છે ત્યારે તેને અગ્નિનો પૂર્વ કરતા વિશિષ્ટ બોધ થાય છે. અને ત્રીજો પુરૂષ તેની પાસે અગ્નિને લાવીને તેનો વિશેષતર બોધ કરાવે છે. આ ત્રણે જ્ઞાનમાં છેલ્લું જ્ઞાન સ્પષ્ટ અગ્નિનો બોધ કરાવે છે અને આ છેલ્લા બોધથી થયેલું જ્ઞાન તેને તે તે વસ્તુમાં સ્પષ્ટ દોરે છે તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે.
સ્પષ્ટવમેવ જયત્તિ – * * સ્પષ્ટત્વનું સ્વરૂપ બતાવે છે. अनुमानाद्याधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम् ॥ २-३॥
અનુમાન વિગેરે પ્રમાણો કરતા અધિકારતાથી વિશેષબોધ થવો તે સ્પષ્ટ કહેવાય છે.
अनुमानादिप्रमाणैर्येषां नियतवर्णसंस्थानाद्याकाराणां प्रतिभासनं न भवति तेषामपि प्रतिभासनं प्रत्यक्षस्य स्पष्टत्वमिति ॥ ३॥
અનુમાનાદિ પ્રમાણોથી ચોક્કસ વર્ણ આકાર વિગેરેનો બોધ જેવો સ્પષ્ટ થતો નથી તેવો બોધ સ્પષ્ટ પ્રત્યક્ષથી થાય છે અર્થાત્ જે અનુમાન વિગેરેમાં જે બોધ થાય છે તેનાથી અત્યંત અધિકતાથી બોધ કરાવનારું સ્પષ્ટ જ્ઞાન તે પ્રત્યક્ષ છે.
प्रत्यक्षस्य प्रकारप्रकाशनायाहुः - પ્રત્યક્ષ જ્ઞાનના પ્રકારો જણાવે છે. तद् द्विप्रकारम्- सांव्यवहारिकं पारमार्थिकं.च ॥ २-४॥
૪૪