________________
શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધિ વિનય-ભદ્ર-વિલાસ-કાર-ભદ્રકર-જનક-હુકાર
વિભ્યો નમઃ
પ્રસ્તાવના
આ. મુનિચન્દ્રસૂરિ વાદિદેવસૂરિ મહારાજ રચિત પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથનું ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું સુંદર વિવેચન પ્રસિદ્ધ થઈ રહ્યું છે તે ઘણાં હર્ષનો વિષય છે.
વિદુષી સાધ્વીં શ્રી મહાયશાશ્રીજીએ ઘણાં અભ્યાસીઓને અધ્યાપન કરાવ્યા પછી આ વિવેચન લખ્યું છે. એટલે પ્રારંભિક અભ્યાસીને જરૂરી બધી વિગતો આમાં આવરી લેવાઈ છે. * .
પ્રમાણનયતત્તાલોક ગ્રંથ ઉપર વ્યાખ્યા સાહિત્ય. જો કે સ્વયં વાદિદેવસૂરિ મહારાજે સ્યાદ્વાદરત્નાકર નામની સ્વોપજ્ઞ વિશદ ટીકા લખી છે. આ ટીકા એના નામ મુજબ રત્નાકર-સાગર જેવી વિશાળ : (૮૪૦૦૦ શ્લોક પ્રમાણ) છે. કમભાગ્યે એ સંપૂર્ણ મળતી પણ નથી ? - સાગર જેવી આ ટીકાનું અવગાહન કરવા ગ્રન્થકારશ્રીના વિદ્વાન શિષ્ય . આ. રત્નપ્રભસૂરિજીએ રાકરાવતારિકા ટીકા લખી છે. તે પણ પ્રાથમિક અભ્યાસ
માટે સુગમ નથી. આથી . રામગોપાલાચાર્યે આના ઉપર બાલાવબોધિની નામનું ટિપ્પણ લખેલું છે. તેની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ છે.
“ ભટ્ટ રામચન્દ્રશાસ્ત્રીએ રચેલી અરુણમિત્રા ટીકાની પણ બે આવૃત્તિઓ હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ છે.
પંમફતલાલભાઈના ગુજરાતી અનુવાદ અને વિશેષાર્થ સાથે વિ.સં. ૧૯૮૯માં પ્રમાણનય ગ્રંથ પ્રકાશિત થયેલો છે. જે અત્યારે અપ્રાપ્ય છે.
આ બધા કારણોસર પ્રમાણનયતત્ત્વલોક ઉપર ગુજરાતી ભાષામાં વિવેચનની જરૂર હતી જે પ્રસ્તુત પ્રકાશનથી પૂર્ણ થાય છે.
૧. પં. મફતલાલભાઈના જણાવ્યા મુજબ સ્વોપા લઘુટીકા પણ રચાઈ છે. (પ્રમાણનય-પ્રસ્તાવનામાંથી)