________________
ગ્રંથ અને ગ્રંથકાર.
પ્રમાણનય તત્ત્વાલકાલંકાર તરીકે પ્રસિદ્ધ થયેલા આ ગ્રંથનું નામ પ્રમાણનયતત્તાલોક છે. પરંતુ આ ગ્રંથ અલંકાર જેવો હોવાથી ગ્રંથના નામ સાથે અલંકાર શબ્દ જોડાઈ ગયો છે એવું તારણ મુનિશ્રી હિમાંશુવિજયજીએ રામગોપાલાચાર્યકૃત ટિપ્પણીવાળા સંસ્કરણની પ્રસ્તાવનામાં આપ્યું છે.
પ્રમાણનયતત્તાલોકાલંકાર એક અનૂઠો ગ્રંથ છે. સમગ્રપણે પ્રમાણની ચર્ચા કરતો આવો ગ્રંથ મળવો મુશ્કેલ છે. પોતાના સમય સુધી રચાયેલા તમામ શ્વેતાંબર દિગંબર જૈન સાહિત્યનું અવગાહન કરી અહીં નવનીત પીરસ્યું છે. અને આ નવનીત એવી સુલલિત ભાષામાં રજુ કર્યું છે કે એના વાંચનમાં તર્કની કર્કશતા નહીં પણ સાહિત્યનો આસ્વાદ અનુભવી શકાય. '
આઠ પરિચ્છેદ અને ૩૭૮ સૂત્રાત્મક આ ગ્રંથમાં આવતા વિષયોની જાણકારી અન્યત્ર અપાયેલા વિષયાનુક્રમમાંથી મળી રહે છે.
અહીં કેટલીક વિશેષ બાબતો જોઈએ.
પ્રાચીન ગ્રંથોમાં જ્ઞાનના પાંચ પ્રકારનું વિશદવર્ણન જોવા મળે છે. અહીં એની સપ્રમાણ સિદ્ધિ કરી છે. •
પ્રમાણના બે પ્રકારોની ચર્ચા તત્ત્વાર્થ વગેરે સૂત્રોમાં કરવામાં આવી છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ અને અવધિજ્ઞાન વ. ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન હોવાનું જાણીતું છે. (માથે પરોક્ષ, પ્રત્યક્ષ ચિત) પણ અહીં આ ચર્ચા તાર્કિક ભૂમિકા ઉપર કરી છે.
ગ્રન્થ અને ગ્રન્થકારશ્રી વિષે ઘણાં વિદ્વાનોએ ઘણું લખ્યું છે. પં. મફતલાલ ઝવેરચંદે જે ટુંકમાં લખ્યું છે કે તે આ પ્રમાણે છે :
ન્યાય વિષયક ચાલતી ભિન્ન ભિન્ન સર્વ દર્શનની ચર્ચાઓ અને ન્યાયના મુખ્ય મુદાઓનો વાસ્તવિક સાંગોપાંગ ચિતાર આપવામાં આ ગ્રન્થ અજોડ છે. સંમતિતર્ક જેવા ગ્રંથોમાં અને બીજા કોઈ ગ્રન્થોમાં નહીં છેડાયેલા અનેક વિષયોને ને પોતાના કાળ સુધી ચાલતાં દર્શન વિષયક મતભેદોને અત્યંત સાંગોપાંગ રીતે એકીકરણ કરી વાસ્તવિક ન્યાય જૈનોનું શું છે તે આ ગ્રન્થમાં તેમણે સચોટ પ્રતિપાદન કર્યું છે. (પ્રમાણનય૦ નાં ગ્રંથકારનો જીવન પરિચયમાંથી)
૧ આ પ્રસ્તાવનામાં વિદ્વાન મુનિરાજે સ્યાદ્વાદ રત્નાકર, રતા કરાવતારિકામાં vમાઈનયતત્તાનો એ પ્રમાણે પાઠ હોવાનો અને રત્નાકરાવતારિકાની આગ્રાની હસ્તલિખિત પત્રમાં પ્રથમ પરિચ્છેદના અંતે પ્રમાણનયતત્તાલોક' એવો પાઠ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે સ્યાદ્વાદ રત્નાકર વગેરે મુદ્રિત પુસ્તકોમાં “પ્રમાણનયા તત્ત્વાલીકાલંકાર' જ જોવા મળે છે.