________________
કારણો ચક્ષુરિન્દ્રિયાદિ નિર્દોષ અને નિર્મળ હોય તો જ પ્રમાણતારૂપ કાર્ય
ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયમાં કંઇ દોષ હોય તો જ્ઞાનની અપ્રમાણતા ઉત્પન્ન થાય છે તેનો તાત્પયાર્થ આ પ્રમાણે છે.
ટીકાર્ય : જ્ઞાનના કારણભૂત ઇન્દ્રિયોમાં રહેલા ગુણ દોષ વડે જ પ્રમાણતા અને અપ્રમાણતા ઉત્પન્ન થાય છે એટલે કે ગુણદોષાત્મક પરની અપેક્ષા એ છે માટે ઉત્પત્તિમાં પતઃ છે. પ્રમાણતા અને અપ્રમાણતા તે બંનેની જ્ઞપ્તિઅભ્યાસદશામાં (હથેળી વિગેરેનું જ્ઞાન કરવામાં) સ્વત જ થાય છે અને અનભ્યાસદશામાં જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાનો નિશ્ચય સર્પ વિગેરેનું જ્ઞાન કરવામાં સંવાદક=પોષક [જ્ઞાનને પુષ્ટ કરનાર વસ્તુની સિદ્ધિ કરી આપે તેવો] અને શુક્તિમાં આ રજત છે એ પ્રમાણેના જ્ઞાનમાં બાધક [વસ્તુના અભાવને સિદ્ધ કરી આપે તેવા] વડે નિર્ણય થાય છે તેથી પરત છે તેનો ભાવ આ પ્રમાણે છે- જ્ઞાનના સાધનભૂત ઇન્દ્રિયો વિગેરે જો નિર્મળતા આદિ ગુણથી વિશિષ્ટ હોય તો તે જ્ઞાન પ્રમાણભૂત જ્ઞાનને જણાવે છે અને જો તે ઇન્દ્રિય પીળીયો વિગેરે દોષથી દૂષિત હોય તો અપ્રમાણભૂત જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેમાં જ્ઞાનની ઉત્પત્તિ પ્રત્યે ઇન્દ્રિયો કારણ છે અને જ્ઞાનમાં રહેલી પ્રમાણતા અને અપ્રમાણતા ને ઉત્પન્ન કરવામાં (તેના કારણરૂપ ઇન્દ્રિય વિગેરેના) ગુણ અને દોષનું કારણ છે એ પ્રમાણે વિવેક કરી લેવો. જ્ઞાનમાં રહેલી પ્રમાણતાનો નિર્ણય તો અભ્યાસદશામાં હથેલી વિગેરેના જ્ઞાનમાં સ્વતઃ જ થાય છે. અને અનભ્યાસદશામાં સત્યસર્પ વિગેરેના જ્ઞાનમાં સંવાદકજ્ઞાનની આવશ્યકતા રહે છે અને અપ્રમાણ્યનો નિશ્ચય પણ અભ્યાસદશામાં મૃગતૃષ્ણિકા (ઝાંઝવાના જળ) વિગેરેમાં સ્વતઃ થાય છે અને અનભ્યાસદશામાં છીપલામાં આ રજત છે' એવા જ્ઞાનમાં બાધકશાનથી થાય છે. [બાધકજ્ઞાનની આવશ્યકતા રહે છે] જેવા પ્રકારનો પદાર્થ પૂર્વજ્ઞાનની પદ્ધતિમાં અવતર્યો છે તેવા પ્રકારનો પદાર્થ જે જ્ઞાનવડે નિર્ણિત કરાય તે સંવાદક શાન કહેવાય છે. મન્દ એવી સામગ્રીથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે સંવાધ છે અને તેજસ્વી સામગ્રીથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે સંવાદક છે તેમ જાણવું.
આ રીતે પ્રથમ પરીચ્છેદ સંપૂર્ણ સ્વપર વ્યવસાયિ જ્ઞાન પ્રમાળમ્ તેની વ્યાખ્યા રૂપે છે આખા પરિચ્છેદમાં પ્રમાણની વ્યાખ્યાના એકેક પદ ન મૂકે
૪૦