________________
વિશેષાર્થ જેમ મીઠું શાકને ખારું કરે છે એવું માનતો ડાહ્યો માણસ મીઠું પણ ખારૂં છે એવું શું ન માને? અર્થાત્ મીઠું ખારૂં જ છે તેમ સ્વીકારે છે. તેમ આપણે આપણી નજરને બદલવાની છે પર ઉપર દૃષ્ટિ હોય ત્યારે પરને જણાવે છે. તેમ જ્ઞાન સ્વતરફ નજર હોય, ત્યારે સ્વને પણ જણાવે છે.
ટીકાર્ય : જેમ સૂર્યની પ્રભાવડે ઘટપટાદિ વસ્તુના સમૂહને જોતા એવા માણસો સૂર્યની પ્રભાને પણ જુએ જ છે. તેની જેમ જ્ઞાનના વિષયભૂત એવા કુંભ વિગેરે પદાર્થને માનવા દ્વારા જ્ઞાનને પણ (સ્વ) પ્રકાશ્ય સ્વીકારવા યોગ્ય છે અને આ રીતે જ્ઞાન સ્વને જણાવે છે તેવું કહેવા વડે મીમાંસકોના એક વિભાગ સ્વરૂપ કુમારિલભટ્ટના મતનું ખંડન થયું. તે આ પ્રમાણે માને છે - જ્ઞાન તે અતીન્દ્રિય છે. જ્ઞાનથી જન્ય જે પરપદાર્થની જાણકારી તે પ્રત્યક્ષ છે. અર્થાત્ જ્ઞાન પરપદાર્થને પ્રત્યક્ષતા દ્વારા જણાવે છે અને જ્ઞાનનું અનુમાન કરાય છે પરંતુ, (સ્વને જણાવતું નથી.) જ્ઞાન એ નિત્યપરોક્ષ છે. મને જ્ઞાન થયું છે એમ જ્ઞાન પોતે પોતાનો બોધ કરાવતું નથી. જેમ ખેતરમાં વાવેલું બીજ અદેશ્ય હોવાથી અતીન્દ્રિય છે. છતા છોડ (જ્ઞાતા) તે પ્રત્યક્ષ છે તે બીજાને જણાવે છે. એટલે કે પ્રત્યક્ષ છોડ પરોક્ષ બીજને જણાવે છે, તેમ જ્ઞાનમાંથી જન્ય જ્ઞાતા પ્રત્યક્ષ છે પણ જ્ઞાન અતીન્દ્રિય છે માટે સ્વપ્રકાશક નથી. આવો તેમનો મત છે.
સમુન્ના . જે આત્મામાં સમવાય સંબંધથી (પ્રથમ) જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે જ આત્મામાં સમવાય સંબંધથી રહેનાર પછીના સમયે ઉત્પન્ન થનાર માનસપ્રત્યક્ષ-જ્ઞાનવડે પ્રથમનું જ્ઞાન જણાય છે પરંતુ, સ્વયં પ્રથમ જ્ઞાનવડે નહીં. તાત્યયાર્થ આ પ્રમાણે છે. આત્મા (દ્રવ્ય) જ્ઞાન (ગુણ) એ બંને પદાર્થો તેમના મતે ભિન્ન છે તેથી જ્ઞાન આત્મામાં સમવાય સંબંધથી રહે છે. જે આત્મામાં પ્રત્યક્ષ જ્ઞાન થયું, તે જ આત્મામાં સમવાય સંબંધથી રહેનાર બીજુ માનસ પ્રત્યક્ષજ્ઞાન થાય છે, જે માનસપ્રત્યક્ષજ્ઞાન, પ્રથમજ્ઞાનનો બોધ કરાવે છે પરંતુ, (ચેન)= જ્ઞાન પોતાના વડે જણાતું નથી આવી માન્યતાવાળા યાયિકોનું પણ સ્વપ્રકાશ જ્ઞાન સિદ્ધ કરવા દ્વારા ખંડન થઈ જાય છે.