________________
તથા પૂ. શ્રી હરિભદ્રાચાર્યે રચેલ પદર્શનસમુચ્ચયની પૂ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજાએ કરેલી ટીકામાં આ ચાર પ્રકારના બૌદ્ધોનો સંગ્રહ કરતો શ્લોક આપેલો છે તેનો અર્થ આ પ્રમાણે છે બુદ્ધિશાળી એવા વૈભાષિકવડે જ્ઞાનથી યુક્ત એવો પદાર્થ કહેવાયો છે. સૌત્રાન્તિક દ્વારા બાહ્યપદાર્થોનો સમૂહ પ્રત્યક્ષ મનાયો નથી. યોગાચારના મતને અનુસરનારા વડે શેયાકાર એવું શ્રેષ્ઠ જ્ઞાન (માત્ર જ) મનાયું છે. અને સંસ્કારરૂપે કરાઇ છે બુદ્ધિ જેને એવા માધ્યમિકો (વિવ-જ્ઞાન-સ્વસ્થ પોતાનામાં રહેલું) શ્રેષ્ઠ એવું જ્ઞાન પોતાનામાં રહેલું છે એટલે કે (જ્ઞાન કે પદાર્થ જેવું બાહ્ય કશું છે જ નહીં) શૂન્ય છે એવું માને છે આ ચારે બૌદ્ધોના ખંડન મંડન પ્રકારો આદિ વિશેષ વિગત સ્યાદ્વાદ રવાકર. રત્નાકરાવતારિકા પર્દર્શનાદિ ગ્રન્થોથી જાણી લેવા.
* प्रमाणव्याख्यायाम् दर्शित- 'स्व-व्यवसायि' शब्दस्य सार्थकताપ્રમાણની વ્યાખ્યામાં બતાવેલ સ્વ-વણિ'પદની સાર્થકતા જણાવે છે. ' स्वस्य व्यवसायः स्वाभिमुख्येन प्रकाशनं बाह्यस्येव. तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥१-१७॥
જેમ બાહ્યપદાર્થોના અનુભવવડે જે જ્ઞાન થાય તે બાહ્યનિશ્ચય, તે પ્રમાણે તે જ જ્ઞાન પોતાના તરફના અનુભવવડે આંતરપ્રકાશ કરે તેને સ્વનિશ્ચય કહેવાય છે. જેમ કે હાથીના બચ્ચાને હું જાતે જ (જ્ઞાનદ્વારા) જાણું છું.
यथा ज्ञानस्य बाह्याभिमुख्येन-विषयानुभवनेन प्रकाशनं बाह्यव्यवसायः एवं स्वाभिमुख्येन प्रकाशनं-स्वव्यवसायः तथाहि-यथा 'करिकलभकमहमात्मना जानामि' इत्यत्र 'अहम्' इत्यनेन प्रमाता, 'करिकलभकम्' इत्यनेन प्रमेय 'जानामि-' इत्यनेन प्रमितिः प्रतीयते, तथैव 'आत्मना' इत्यनेन प्रमाणभूतं ज्ञानमपि प्रतीयत एव ॥ १७॥
વિશેષાર્થ : સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર જ્ઞાન છે. જેમકે દીપક પરપદાર્થને ક્યારે જણાવે? આપણી નજર પર તરફ હોય ત્યારે દીપક પરપદાર્થને જણાવે છે. તેમ દીપક તરફ નજર જાય ત્યારે તે જ દીપક પોતાને પણ જણાવે છે. તેની જેમ જ્ઞાન પણ આપણી નજર બાહ્ય ઘટપટાદિ પદાર્થો તરફ હોય ત્યારે તેને જણાવે છે પરંતુ જ્યારે આપણી નજર જ્ઞાન તરફ હોય
૩૪