________________
(૧) ભાષિક બાહ્ય ઘટ પટ વિગેરે પદાર્થને અને અત્યંતરજ્ઞાન વિગેરે પદાર્થને વસ્તુસ્વરૂપેક્સત્ય તરીકે સ્વીકારે છે. પરંતુ તે બંનેને ક્ષણિક માને છે)
(૨) સૌત્રાન્તિક: જો કે તેઓ ઘટપટ વિગેરે બાહ્ય અને જ્ઞાનવિગેરે અત્યંતર તે બંનેને પદાર્થ રૂપે સ્વીકારે છે, તો પણ બાહ્ય પદાર્થો ઇન્દ્રિયગોચર હોવા છતા પ્રત્યક્ષ માનતા નથી. સૌ પ્રથમ ઘટ-પટ વિગેરેમાં ગર્વ ધટા, મર્થ પટઃ ઈત્યાદિ વિવિધ આકારવાળુ જ્ઞાન ઉત્પન્ન થાય છે. (જ્ઞાનના આધારે અહીં ઘટ હોવો જોઇએ, કારણ કે મારું જ્ઞાન ઘટાકારે પરિણામ પામેલું છે, આવી રીતે ઘટપટાદિનું જ્ઞાન થયા પછી સામે રહેલા ઘટપટાદિનું અનુમાનથી ગ્રહણ કરે છે.) તેથી બાહ્યપદાર્થો અનુમાનથી જણાય છે એટલે કે અનુમાનવડે જ બાહ્ય પદાર્થનો બોધ થાય છે તેમ તેઓ માને છે.
(૩) યોગાચાર : બાહ્ય પદાર્થોનો સર્વપ્રકારે અપલાપ કરે છે ફક્ત અત્યંતર એવા જ્ઞાનને જ તત્ત્વસ્વરૂપે માને છે (તેની યુક્તિ આ પ્રમાણે છે જેમ ઝાંઝવાના જળમાં જળ નથી છતાં ભ્રાન્તિ થાય છે, તેમ ઘટપટ વિગેરેનું જ્ઞાન થાય છે પણ, પદાર્થ નથી છતાં ભ્રાન્તિ છે.) ઘટપટાદિ બાહ્યપદાર્થોમાં ગ્રાહ્યગ્રાહકરૂપે જ્ઞાન જ જણાય છે. (ઝાંઝવાના જળમાં જેમ જોય ન હોવા છતાં જ્ઞાન થાય છે તેમ દરેક જગ્યાએ શેયના અભાવમાં જ જ્ઞાન થાય છે.) તેથી વાસ્તવિકપણે બાહ્યપદાર્થો નથી આવો તેમનો સિદ્ધાન્ત છે.
(૪) માધ્યમિક સર્વ શૂન્ય છે. એટલે કે ઘટપટાદિ બાહ્ય પદાર્થો નથી અને જ્ઞાન પણ નથી. તે આ પ્રમાણે- “પ્રમાણને આધીન પ્રમેયની સિદ્ધિ થાય” આ પ્રમાણેના નિયમવડે પ્રમેય એવા પદાર્થની સિદ્ધિ કરવી હોય તો પ્રત્યક્ષાદિ પ્રમાણની જરૂર પડે. તો તે પ્રમાણની સિદ્ધિ કઈ રીતે થાય ? જો અન્ય પ્રમાણવડે પ્રમાણની સિદ્ધિ થાય તેમ કહેશો તો, તે અન્ય પ્રમાણની સિદ્ધિ પુનઃ કોના દ્વારા થાય ? તેની સિદ્ધિ અન્ય વડે, (એમ અન્ય વડે અન્યની સિદ્ધિ કરશો તો) અનવસ્થા દોષ આવશે અને જો વિવક્ષિત એવા તે જ પ્રમાણવડે તેની સિદ્ધિ થાય એમ માનશો તો આત્માશ્રય નામનો દોષ આવશે. (પોતે પોતાની સિદ્ધિમાં કારણરૂપ બને તેને આત્માશ્રય દોષ લાગે) આથી પ્રમાણની સિદ્ધિ ન થાય તો પ્રમેયની સિદ્ધિ પણ ન થાય તેથી સર્વશૂન્ય છે એમ સિદ્ધ થાય છે.
૩૩.