________________
"अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते । प्रत्यक्षो नहि बाह्यवस्तुविसरः सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः पराः मन्यते बत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ॥ एषां खण्डनप्रकारस्तु ग्रन्थान्तरादवसेयः ॥१६॥".
સ્વપ૨વ્યવસાયિ જ્ઞાનં પ્રમાણ' આ સૂત્રમાં બતાવેલ પર શબ્દ તે જ્ઞાનથી ભિન્ન એવા પદાર્થનો વાચક છે તેમ જાણવું..
જ્ઞાનથી ભિન્ન (અલગ) પદાર્થ છે એવું કહેવા દ્વારા “જ્ઞાન એજ તત્ત્વ છે' જ્ઞાનથી ભિન્ન સ્વરૂપે જણાતા ઘટપટ વિગેરે બાહ્યપદાર્થો જ્ઞાનના આકાર માત્ર જ છે એ પ્રમાણે કહેનાર યોગાચારવાદી અર્થાત્ જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો ખંડિત થયેલા જાણવા તે આ પ્રમાણે
પ્રશ્નઃ જો જ્ઞાનસિવાય અન્ય કોઈ બાહ્યપદાર્થો સ્વીકારવામાં ન આવે તો આ ઘટ છે આ પટ છે એ પ્રમાણે ઘટપટ વિગેરેના આકારવાળુ વિશિષ્ટજ્ઞાન ક્યા નિમિતને લઈને ઉત્પન્ન થાય છે ? * *
ઉત્તરઃ અનાદિકાળની વાસના (મોહ-અજ્ઞાન)ની વિચિત્રતાથી ઘટપટાદિ આકારવાળુ તેવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રષ્ન વાસના જે તમે સ્વીકારી છે તે જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન છે?
ઉત્તરઃ જો વાસનાને જ્ઞાનથી અભિન્ન છે એવું કહેશો તો તે વાસના અને જ્ઞાન એક જ થઈ જાય, તત્ત્વથી તો વાસના જ્ઞાનસ્વરૂપજ બની ગઈ. તેથી વાસના નામનો કોઈ પદાર્થ રહેશે નહીં કે જે વાસના દ્વારા જ્ઞાનમાં ઘટપટ વિગેરે આકારની સિદ્ધિ કરી શકે.
અને જો વાસનાને જ્ઞાનથી ભિન્ન છે તેમ માનશો તો તમારા જ્ઞાનાદ્વૈતવાદની હાનિ થશે, કારણ કે જ્ઞાનથી ભિન્ન એવી વાસના પણ પદાર્થરૂપે સ્વીકારવાથી (તમારા સિદ્ધાન્તની જ ક્ષતિ થાય છે, તેથી બાહ્ય પદાર્થ વિના ઘટપટ વિગેરે આકારથી વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થતું નથી તેથી બાહ્ય એવો પદાર્થ
સ્વીકારવો એ જ સંક્ષેપથી યોગ્ય છે. બૌદ્ધમતમાં ચાર વિભાગો છે (૧) વૈભાષિક (૨) સૌત્રાન્તિક (૩) યોગાચાર (૪) માધ્યમિક.