________________
જોઇને ભૂતકાળમાં જોયેલી આવી ચળકાટવાળી ચાંદીનું સ્મરણ થયું એમ ચાંદી સ્મરણનો વિષય- બની પરંતુ ઇન્દ્રિયના દોષના કારણે શુક્તિ અને રજતમાં ભેદનું ગ્રહણ થતું નથી એટલે કે ભેદનો વિવેક કરી શકાતો નથી તે ભેદાખ્યાતિ કે વિવેકાખ્યાતિ સ્વરૂપ અખ્યાતિ મીમાંસકો (પ્રભાકર) માને છે. [ચાર્વાક મતાનુયાયીઓ પણ અખ્યાતિ સ્વીકારે છે.]
(૪) અનિર્વચનીયધ્યાતિ : સત્સ્વરૂપે જેને કહી શકાય તેમ નથી અને અસસ્વરૂપે પણ જેને કહી શકાય તેમ નથી, તેવા રજત વિગેરેની પ્રતીતિ છે, તેથી તે અનિર્વચનીય ખ્યાતિ છે.
તે આ પ્રમાણે- ‘શુત્તાવિવું રત્નતમ્' આવી પ્રતીતિમાં રજત સત્ નથી તેથી તેને જણાવવા. અનુમાન પ્રયોગ કરે છે. .
પક્ષ
સાધ્ય
હેતુ દૃષ્ટાન્ત शुक्तिस्थितरजतं, न सत्, बाध्यमानत्वात् सत्यरजतवत् જે અબાધ્યમાન હોય છે તે સત્ હોય છે જેમકે સાચું રજત. તેનો તાત્પર્ય આ પ્રમાણે છે. શુક્તિમાં રખત સત્ નથી કારણ કે જેની ઇન્દ્રિય સારી છે તે શુક્તિમાં શુક્તિનું જ જ્ઞાન કરે છે. આમ રજતનું જ્ઞાનબાધિત થાય છે માટે ત્યાં પ્રતિભાસમાન થતું રજત જ્ઞાન સત્ નથી (જે સત્ હોય તેનું જ્ઞાન બાધિત થાય નહીં જેમકે સત્યરજીતને જોઇને રજતનું જ્ઞાન થાય છે માટે ત્યાં પ્રતિભાસમાન થતું રજત સત્ છે.) શુક્તિમાં પ્રતીત થતું રજત જ્ઞાન અસત્ પણ નથી કારણ તેની પ્રતીતિ થાય છે. જેમ- વ્રુત્તિસ્થિતરનાં નાપ્યસત્ પ્રતીયમાનત્વાક્ વાસ્તનન્યયવત્ જે અસત્ હોય તેની પ્રતીતિ ન થાય જેમકે વંધ્યાપુત્રની ક્યારેય પ્રતીતિ થતી નથી કારણ કે તે અસત્ છે. માટે તેને અસત્ પણ કહી શકાય તેમ નથી તેથી અહીં સત્ કે અસત્ રૂપે વ્યક્ત (પ્રગટ ન કહી શકાય) અનિર્વચનીય તેવા રજતની ઉત્પત્તિ માનવી જોઇએ એ પ્રમાણે અદ્વૈતવાદી વેદાન્તીઓનો મત છે.
(૫) સત્-વ્યાતિઃ- સત્ એટલે કે વિદ્યમાન એવા વિષયની વ્યાતિ
પ્રતીતિ.
તે આ પ્રમાણે ‘શુવિનું રત્નતમ્' આવા બોધમાં શુક્તિમાં વિધમાન એવા જ રજતાંશની પ્રતીતિ થાય છે.
પ્રશ્ન : શુક્તિમાં રજતાંશ શી રીતે હોઇ શકે ?
૨૫