________________
છે' ઇત્યાદિમાં જે બોધ થાય છે, તેમાં સર્વસ્થાને જ્ઞાન જ ઘટાકારે પરિણમે છે જ્ઞાન જ પદાર્થરૂપે જણાય છે. આવું યોગાચાર કે જેનું બીજુંનામ વિજ્ઞાનવાદી છે. તેઓ માને છે.
(૨) મસ-ધ્યાતિ : બૌદ્ધદર્શનના એક અંગસ્વરૂપ માધ્યમિકોર શૂન્યવાદીઓ વિપર્યયજ્ઞાનમાં અસ–ખ્યાતિ માને છે. સત ધ્યાતિ એટલે કે વિવક્ષિત-વસ્તુ નહિં હોવા છતાં પણ વિવક્ષિતવસ્તુ હોવા રૂપે જે જ્ઞાન થાય છે એટલે કે અવિદ્યમાન એવા રજત વિગેરેની પ્રતિતી તે-અસત્ ખ્યાતિ છે.
તે આ પ્રમાણે- “શુક્તિમાં આ રજત છે. એવા પ્રકારનું જે વસ્તુસ્વરૂપ જણાય છે. તે જ્ઞાનનો ધર્મ છે કે અર્થનો? જો તમે જ્ઞાનનો ધર્મ કહેશો તો આ વસ્તુ જ્ઞાનસ્વરૂપ થવાને માટે યોગ્ય નથી કારણ કે હું રજત છું એવી અહં સ્વરૂપ પ્રતીતિ થાય તો જ્ઞાનસ્વરૂપ માની શકાય પરંતુ આ પ્રતીતિ અહંરૂપમાં થતી નથી બાહ્યરૂપે થાય છે, તેથી જ્ઞાનસ્વરૂપ ન માની શકાય તથા તમે અર્થ સ્વરૂપે છે, તેમ કહેશો તો તે પદાર્થરૂપે પણ માની નહીં શકાય કારણ કે રજતથી થતી અર્થક્રિયા [તેનો વિક્રય કરે તો મૂલ્યાંકન થવું તથા અલંકાર બનવા સ્વરૂપ કાર્યવાહી] થતી નથી તેથી છીપમાં અસત્ એવું જ રજત જણાય છે માટે અસ-ખ્યાતિ કહેવાય છે તેનો સાર આ પ્રમાણે છે કે શૂન્યવાદીઓ કોઇપણ વસ્તુને અસત્ એટલે કે નિઃસ્વભાવ જ માને છે. તે પદાર્થની વ્યવહારિક સત્તા માનીને તેની પરીક્ષા કરે છે એ છેવટે બધાની અસત્તા સિદ્ધ કરે છે.
માધ્યમિકની પોતાના પક્ષની કોઈ પ્રતિજ્ઞા કે સ્થાપના છે નહીં. બીજાની સત્તાને (પ્રસિદ્ધિને) અસંગત બનાવવી તે તેનું કાર્ય છે. તેથી તેના મતે સવિષયક સર્વે જ્ઞાનો મિથ્યાભ્રમરૂપ છે.
(૩) ધ્યાતિ અપ્રતીતિ-વિવેકાખ્યાતિ એ પ્રમાણે જાણવું એટલે કે જેમાં વિવેકની અપ્રતીતિ છે. તે અખ્યાતિ છે. જે વસ્તુ જે સ્વરૂપે છે તેને તે રૂપે જાણે તો વિવેક. તેવું ન જાણે તે અવિવેક. જેમાં વિવેક રૂપે બોધ નથી તે અખ્યાતિ.] “શુક્તિમાં આ રજત છે' તેવા જ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મરણરૂપ બે બોધ થાય છે તેમાં રૂ આ અંશ પ્રત્યક્ષનો વિષય છે તથા દુકાનમાં રહેલું રજત સ્મરણનો વિષય છે એટલે કે સામે પડેલી છીપલીમાં ચળકાટને
૨૪