________________
(૪) સમવાયઃ શ્રોત્રેન્દ્રિય વડે શબ્દને ગ્રહણ કરવામાં આ સન્નિકર્ષ છે. કારણ કે તેઓની માન્યતા આ પ્રમાણે છે. શ્રોત્રેન્દ્રિય આકાશસ્વરૂપ છે. કાનમાં રહેલું જે પોલાણ છિદ્ર-રૂપ આકાશ તેજ શ્રોત્ર છે. તથા શબ્દ તે આકાશનો ગુણ છે. આકાશમાં શબ્દ સમવાયસંબંધથી રહે છે માટે તે બન્ને વચ્ચે સમવાય સન્નિકર્ષ તૈયાયિકો સ્વીકારે છે.
(૫) સમવેતસમવાયઃ શબ્દત્ય જાતિને શ્રોત્રેન્દ્રિયવડે ગ્રહણ કરવામાં સમવેતસમવાય- સન્નિકર્ષ છે. શબ્દ એ ગુણ હોવાથી શ્રોત્રમાં સમવાય સંબંધથી રહેલો છે અને શબ્દમાં શબ્દત જાતિ સમવાય સંબંધથી રહેલ છે, તેથી સમવેતસમવાયસન્નિકર્ષ કહેવાય છે.
(૬) વિશેષણવિશેષ્યભાવ ચક્ષુથી સંયુક્ત ભૂતલ, તેમાં ઘટનો અભાવ જાણવો.. તે ભૂતલનું વિશેષણ થાય છે અથવા ક્રિયાપદ સાથે સમાનાધિકરણ થવાથી વિશેષ્ય થાય છે મૂર્તિને ચટમાવ: ઘટમાવવત્ ભૂતનં
किञ्च, आत्मादिचतुष्टयसन्निकर्षण ज्ञानमुत्पद्यते, आत्मा मनसा युज्यते, मन इन्द्रियेण, इन्द्रियमर्थेनेति । सुखादिप्रत्यक्षे तु त्रयाणामेव सन्निकर्षः, आत्मा मनसा युज्यते, मनः संयुक्तसमवाय सम्बन्धेन सुखादिना, आत्मप्रत्यक्षे तु योगिनां द्वयोरात्ममनसोरेव सन्निकर्षः, अनुमानादिकं प्रति तु द्वयोरात्ममनसोः सन्निकर्ष इति नैयायिकमतम् ॥ ४ ॥
નિયાયિકોએ જે બાહ્ય એવી પાંચેઇન્દ્રિયોદ્વારા પ્રત્યક્ષ કરવામાં સન્નિકર્ષનું માણપણું સ્વીકાર્યું છે, તે વાત આપણે ઉપર જોઈ ગયા.
હવે આત્માની સાથે સન્નિકર્ષનું પ્રમાણપણું સ્વીકારવું હોય તો અત્યંતરપનની સાથે આત્માનો સંન્નિકર્ષ થાય છે. તેનું પ્રમાણપણું સિદ્ધ કરે છે. માત્માદિ પદાર્થોનું જ્ઞાન ચારવસ્તુના સન્નિકર્ષવડે ઉત્પન્ન થાય છે. આત્મા મનની સાથે જોડાય, મન ઇન્દ્રિય સાથે જોડાય અને ઇન્દ્રિયો પદાર્થની સાથે કોડાય.
સુખ વિગેરે ગુણોના પ્રત્યક્ષથવામાં ત્રણનો જ સન્નિકર્ષ થાય આત્મા મનની સાથે જોડાય આત્માની સાથે સંયુક્ત એવું મન, તેમાં સમવાય બંધથી રહેલું સુખ તેથી સંયુક્ત સમવાય-સગ્નિકર્ષ છે.
૧૫