________________
પોતાને જણાવનાર નથી આવી માન્યતામાં લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય, તે દૂર કરવા માટે “સ્વ” પદ મુકવું જરૂરી છે.
નૈયાયિકોઃ દ્રવ્ય અને ગુણને અન્યોન્ય ભિન્ન પદાર્થ તરીકે માને છે તેથી તેમના મતે આત્મા (દ્રવ્ય) અને જ્ઞાન (ગુણ) ભિન્ન છે તેથી આત્મામાં જ્ઞાન, સમવાય નામના સંબંધથી રહે છે તે જ્ઞાન ઘટપટાદિ પદાર્થોને જણાવે છે પરંતુ પર પદાર્થને જણાવનાર આ જ્ઞાન એ શું? શેનાથી જણાય છે ? એવી જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા થયા પછી જે આત્મામાં આ જ્ઞાન પ્રત્યક્ષ થયું છે તે જ આત્મામાં સમવાય સંબંધથી રહેનાર બીજું માનસ-પ્રત્યક્ષ થાય છે તે પ્રથમ જ્ઞાનનો બોધ કરાવે છે જેમ કે-ઘટ દેખતાં જ આત્મામાં ઘટવિષયક જ્ઞાન થાય છે પરંતુ મને ઘટનું જ્ઞાન થયું છે કે નહીં એનો નિશ્ચય આ જ્ઞાનથી નથી થતો પરંતુ બીજા સમયના જ્ઞાનથી થાય છે એટલે કે બીજા સમયના જ્ઞાનથી પ્રથમ સમયનું જ્ઞાન જણાય છે કે મને ઘટનું જ્ઞાન થયું આવી ગ્રન્થીવાળામાં લક્ષણ ન ઘટે માટે “સ્વ” પદ મૂકવું આવશ્યક છે.
સાંખ્યો : જ્ઞાનને જડ માને છે તેમના મતે પ્રકૃતિ અને પુરુષ બે જ તત્ત્વ છે. પ્રકૃતિ (મહત્)માંથી બુદ્ધિ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે તે બુદ્ધિ અરીસા જેવી છે. જડ=ચિશૂન્ય છે માટે તે સ્વને જણાવતી નથી પરને જણાવનાર છે તેથી તેમાં પણ લક્ષણની અતિવ્યાપ્તિ ન થાય માટે “રા' પદ મૂક્યું છે.
મથાવ્યિ પ્રમાણમ્ એવું જે નૈયાયિકો વિગેરે પ્રમાણનું લક્ષણ માને છે તેનો વ્યવચ્છેદ કરવા પરવ્યવસાયિજ્ઞાન પ્રમાણમ્ આવું સમગ્ર લક્ષણ જાણવું.તથા આદિ પદથી વિસંવાવિજ્ઞાનમ્ પ્રમાણમ્ રૂતિ વીદ્વા: તથા મનધિ તતથાભૂતાર્થનિશા પ્રમાણમિતિ ખાટ્ટા: વિગેરે અન્યદર્શનકારો એ માનેલી પ્રમાણતાનો વ્યવચ્છેદ કરવા આ સાંગોપાંગ લક્ષણ જાણવું.
अथ ज्ञानशब्दस्य सार्थकता दर्शनार्थममाह -
પ્રમાણના લક્ષણમાં બતાવેલ જ્ઞાન પદની સાર્થકતા ત્રણ સૂત્રો દ્વારા જણાવે છે :
अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कार क्षमहि प्रमाणमतो ज्ञानमेवेदम् ॥ १-३॥
૧૧