________________
સંયોગ થાય તો આ ક્યું ફલ છે? તેનો બોધ થતો નથી. મડદાની જીભ ઉપર સાકર મૂકો તો મધુરતાનો બોધ થતો નથી માટે તે સન્નિકર્ષો જ્ઞાનસ્વરૂપ નથી તેથી સન્નિકર્ષ-અપ્રમાણ છે તે સન્નિકર્યો આગળ કહેવાશે.
તેમજ દર્શનથી અસ્તિત્વમાત્ર-આ કંઈક છે તેવું જાણે છે તેનાથી વિશેષધર્મોને જાણી શકાતા નથી તેથી હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કે લેવડદેવડ કંઈ થતું નથી સામાન્ય માત્ર બોધથી વ્યવહાર થઈ શકે નહીં માટે જ્ઞાન એજ પ્રમાણ છે.
(૩) “સ્વપજ્ઞાનું પ્રમામ્' આવું લક્ષણ કરે તો બૌદ્ધ માનેલા નિર્વિકલ્પક જ્ઞાનમાં પ્રમાણતાની અતિવ્યાપ્તિ આવે માટે તેની પ્રમાણિતાનું ખંડન કરવા માટે “વ્યવસાયિ" પદ જરૂરી છે. નિર્વિકલ્પજ્ઞાનમાં દૂર દોરડું પડેલું છે ત્યારે આ કંઈક છે એવું પોતાને અને પરને જણાવે છે પણ તે નિશ્ચય કરાવનાર બનતું નથી તથા સંશયાદિમાં પ્રમાણતા ન આવી જાય માટે . વ્યવસાયિ પદ કહેલ છે. ,
(૪) “-વ્યવસાયિ જ્ઞાનું પ્રમાણમ્' આવું લક્ષણ કરતો પરપદાર્થના સમૂહને નહીં માનનારા જ્ઞાનાદ્વૈતવાદીના મતમાં અંતિવ્યાતિ આવે. કારણ કે, જ્ઞાનાદ્વૈતવાદી માને છે કે જગતમાં જ્ઞાન જ છે અજ્ઞાનના વશથી પદાર્થની ભ્રાન્તિ થાય છે જેમ ઝાંઝવાના જળમાં જળ નથી છતાં જળની ભ્રાન્તિ થાય છે તેમ ઘટપટાદિ પદાર્થો નથી છતાં પણ ભ્રમણા થાય છે તેથી આવી રીતે તેમના દર્શનનું ખંડન કરવા “'' પદ ઉપયોગી છે.
(૫) “પરવ્યવસાયિ જ્ઞાનું પ્રમાણમ્'' આવું લક્ષણ કરીએ તો નિત્યપરોક્ષજ્ઞાનવાદી મીમાંસકો તથા નૈયાયિકો (વૈશેષિકો) તથા સાંખ્યદર્શનના મતમાં અતિવ્યાપ્તિ આવે તેથી તેમના કદાગ્રહને તોડવા માટે “સ્વ” પદની સાર્થકતા છે.
તેમની માન્યતાઓ આ પ્રમાણે છે :
મીમાંસકોઃ જ્ઞાન એ નિત્યપરોક્ષ છે. જ્ઞાન કદાપિ પ્રત્યક્ષ થતું નથી એટલે કે સ્વયં જણાતું નથી પર પદાર્થને જણાવે છે પણ પોતાને જણાવી શકતું નથી. જેમ કે ડોલમાં મૂકેલો દીવો ઘટપટાદિ પદાર્થોને જણાવે છે પણ દીવો દીવાને જણાવતો નથી એવી જ રીતે જ્ઞાન તે પર પદાર્થનો નિશ્ચય કરાવનાર છે પણ
૧૦