________________
દેલવાડા લુણગવસહીના વ્યવસ્થાલેખમાં આ પ્રમાણે લખેલ છે, તે મંદિરનો વાર્ષિક અઠ્ઠા મહોત્સવ ફાગણ વદ-૮ ના દિવસે મડાહડના જૈનોએ મનાવવો એવો ઉલ્લેખ છે. આ સિરોહી શ્રી અજિતનાથ ભ. ના જિનાલયમાં પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છે. સં ૨૩૮ માાર સુ. ૨૦ ધારી છે મડાદ સ્થાને વર્ધમાન શ્રેયાર્થે સેવવંદ્ર સુતે વાવે મણિભદ્રયક્ષનું મંદિર મંડાર દેવીના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. તેની બહાર વિ.સં. ૧૨૮૭ નો શિલાલેખ છે.
- આ. ચક્રેશ્વરસૂરિ આ. ચકેશ્વરસૂરિ અંગે ત્રિપુટી મ. લખે છે કે......
તેઓ મડાહડમાં જન્મ્યા હતા. તેમનાંથી “મડાહડગચ્છ” નીકળ્યો. તે તથા તેમના શિષ્ય આ. પરમાનંદસૂરિના ઉપદેશથી શેઠ દેશલ પોરવાલ ભ. મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું. સં. ૧૧૮૪ ના મહા સુદિ ૧૧ ના રવિવારે પાટણમાં રાજા સિદ્ધરાજના રાજ્યમાં “જ્ઞાતધર્મ-કથાંગ' વગેરે સૂત્રો તથા ટીકાઓ વગેરે ચાર પુસ્તકો લખાવ્યાં. શેઠ સિદ્ધરાજ પોરવાલ તથા તેની પત્ની રાજિમતીએ * સંવત ૧૧૮૭ ના કાર્તિક સુદિ ૨ના રોજ પાટણમાં આગમ, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે આગમના પુસ્તકો લખાવ્યા. તે શ્રાવકે સં. ૧૨૧૨ માં ચંદ્રાવતીમાં ગુર્જરેશ્વર રાજા કુમારપાલના પ્રીતિપાત્ર રાજા ધારાવર્ષદેવના રાજકાળમાં રયણચૂડા-કહા' લખાવી. (જૈન. પં. પ્ર. સં., પુષ્પિકા : ૬૯)
સં ૧૧૮૭ના ફાગણ વદિ ૪ને સોમવારે આબૂ તીર્થમાં ભ. ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. (જૈન પરંપરાનો ઇતિહાસ પૃ. ૨૦૬)
આ. કમલપ્રભસૂરિ તેમના ઉપદેશથી સિરોહી નગરમાં ભગવાન અજિતનાથના દેરાસરમાં મડાંહડંગચ્છમાં ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથનો ભદ્રપ્રાસાદ બન્યો; અને આચાર્યો તેમાં સર્વધાતુની પરિકરવાળી તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, આવો લેખ એક કાઉસગ્ગિયા મૂર્તિ નીચે છે. (જૂઓ, ભા. ૩, પ્રક. ૫૧, પૃ ૫૧૬).
મડાહડગચ્છ પટ્ટાવલી મડાહડગચ્છ વિષે ત્રિપુટી મ.એ આ પ્રમાણે વિગતો આપી છે.
૨૩